ઢાંકા-

બાંગ્લાદેશના એક લગ્ન સમારંભમાં અવકાશીય વીજળીએ એવો કેર વર્તાવ્યો કે ક્ષણભરમાં તમામ ખુશીઓ શોકમાં બદલાઈ ગઈ. આ અકસ્માતમાં 17 લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે અન્ય ઘણા લોકો આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત પણ થઈ ગયા છે. આ અકસ્માત બાંગ્લાદેશના ચપેનવાબંગજ જિલ્લામાં થયો છે. અહીં નદીમાં તરતી નાવો પર એક પુરુષના લગ્ન સમારંભ ચાલી રહ્યા હતા. પાર્ટીમાં સેકડો લોકો આવ્યા હતા. ચોતરફ ખુશીનો માહોલ હતો અને બધા લગ્નમાં એન્જોઈ કરી રહ્યા હતા. લગ્ન સમારંભ દરમિયાન હવામાન ખરાબ થઈ ગયું અને અચાનક વરસાદ થવા લાગ્યો. વરસાદથી બચવા માટે અને શેલ્ટર લેવા માટે લોકો નાવ છોડીને નદી કિનારા તરફ જવા લાગ્યા હતા. આ દરમિયાન તેઓ પ્રાકૃતિક આપત્તિનો શિકાર થઈ ગયા હતા. વરસાદ વચ્ચે અવકાશીય વીજળી પડવાના કારણે ડઝનો લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. થોડી જ સેકન્ડમાં જોત જોતામાં 17 લોકોના દર્દનાક મોત થઈ જાય છે. એટલું જ નહીં અવકાશીય વીજળી પડવાથી ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ થઈ ગયા છે.