રાજકોટ-

રાજ્યની મહાનગરપાલિકોની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપલિકાના ભાજપના ઉમેદવારોએ તો પોતાની ઉમેદવારી પણ નોંધાવી દીધી છે. ત્યારબાદ હવે રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકના મામલે ભાજપના 100થી વધુ આગેવાનો ગાંધીનગર પહોંચ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા બાદ હવે જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠક માટે ઉમેદવારો ફાઇનલ કરવાની કવાયત તેજ બની છે. ભાજપના રાજકોટ જિલ્લામાંથી 100 જેટલા આગેવાનો આજે ગાંધીનગર પહોંચ્યા છે.

કેટલીક બેઠક પર જૂથવાદ અને જ્ઞાતિવાદ વકર્યો હોય બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગાંધીનગરમાં એક કેબિનેટ પ્રધાનના બંગલે રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ અને તાલુકાઓની 202 બેઠકો પર નામ નક્કી કરવા મોડી રાત સુધી ચર્ચા ચાલશે. કાલે રવિવારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે. રાજકોટ જિલ્લામાં ટીકીટ માટે બે કેબિનેટ મંત્રીઓ પણ રસ લઈ રહ્યા છે.