અમદાવાદ, એટીએસની ટીમે દરિયાઈ માર્ગ પરથી ભારતમાં માદક પદાર્થ લઈને આવેલ પાકિસ્તાની બોટ પકડીને સાત પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. જાે કે એટીએસની બોટ જાેતા જ પકડાઈ જવાના બીકે પાકિસ્તાનીઓએ માદક પદાર્થનો જથ્થો દરિયામાં નાખી દીધો હતો. જેથી એટીએસની ટીમે સાતેય આરોપીની ધરપકડ કરીને દરિયામાંથી માદક પદાર્થનો જથ્થો શોધવાની તજવીજહાથધરી હતી. દરમિયાન જે જગ્યાએ માદક પદાર્થનો જથ્થો નાખ્યો હતો, તે જગ્યાથી ૪૦ થી ૪૫ નોટીકલ માઈલ દુર શિયાળ ક્રીક ખાતેથી જથ્થો મળી આવ્યો હતો, જેની તપાસ કરતા કુલ૪૯ જેટલા પેકેટમાં આશરે ૫૦ કિલો જેટલો હેરોઈન મળી આવ્યુ હતુ જેની આતર રાષ્ટ્રીય કિંમત ૨૫૦ કરોડ થતી હોવાનુ સામે આવ્યુ હતુ. જેથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આરોપીઓની સઘન પુછપરછ હાથધરી છે. થોડા દિવસ અગાઉ ગુજરાત એટીએસનની ટીમને બાતમીના આધારે પાકિસ્તાની બોટ અલ નોમાનને રોકીને મોહમ્મદઅકરમ બલોચ, ઝુબેર બલોચ, ઈશાક બલોચ, શાઈદઅલી બલોચ, અશરફ બલોચ, શોએબ બલોચ અને શહેઝાદ બલોચ નામના પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. બાદમાં તેમની પુછપરછ કરતા. આ સાતેય ભારતીય સીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના હોવાનુ તથા પાકિસ્તાની બોટનો માલીક મોહમ્મદ વસીમ હોય તથા આ બોટને શહાબ અને રાહીદ વાપરતા હતા, શહાબના કહેવાથી રાહીદે માદક પદાર્થ ભરેલા બે પ્લાસ્ટીકના થેલા આ બોટમાં ચડાવ્યા હતા તેની ડિલવીરી ભારતીય જળસીમામાં કરવાનુ બોટ ટંડેલ તથા ખલાસીઓને જણાવ્યુ હતુ. તે બદલમાં ટંડેલને બેલાખ રૂપિયા તથા દરેક ખલાસીને ૫૦ હજાર રૂપિયા આપવાનુ નક્કી કર્યુ હતુ. મોટી બોટ દેખાઈ આવતા તમામ લોકોએ તેમની બોટમાં રહેલ માદક પદાર્થનો જથ્થો દરિયામાં ફેંકી દીધો હોવાનુ જણાવ્યુ હતુ.

આ મામલે એટીએસની ટીમે તમામ આરોપીની સઘન પુછપરછ હાથધરી છે. સાથે જ દરિયામાં ફેંકી દીધેલા માદક પદાર્થને શોધવા ખોળહાથધરી હતી. સાથે જ ફેંકેલ જથ્થાની તપાસમાં રહેવા માટે ભારતીય કોસ્ટગાર્ડ અને એસઓજી અને મરીન પોલીસ સ્ટેશનને ચૂચના આપી હતી. જેથી જખૌ મરીન પોલીસ દ્વારા દરિયાકિનારાની સઘન તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન જખૌના દરિયાકિનારે કે જ્યાંથી જથ્થો ડુબાઈ દીધો હતો જે જગ્યાથી ૪૦થી ૪૫ નોટીકલ માઈલ દૂર શિયાળ ક્રીક ખાતેથી બન્ને થેલા મળી આવ્યા હતા. બાદમાં થેલાની તપાસ કરતા તેમાં કુલ ૪૯ જેટલા પેકેટમાં આશરે ૫૦ કિલો જેટલો હેરોઈન મળી આવ્યુ હતુ જેની આતર રાષ્ટ્રીય કિંમત ૨૫૦ કરોડ થતી હોવાનુ સામે આવ્યુ હતુ. જેના પગેલ એટીએસ સહિતની એજન્સીઓ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી જેમાં એવી વિગતો સામે આવી હતી કે, આરોપીઓ ઇરાન બોર્ડર નજીકથી નિકળ્યા હતા અને વેસ્ટ બાજુ જવાના હોવાનું પણ સામે આવ્યું છે. એજન્સીઓની મોટી બોટ જાેતા જ આરોપીઓએ દોરી બાંધી આ ડ્રગ્સ ભરેલા કોથળા ફેંકી દીધા હતા. જે દોરી વડે બાંધી તેઓ ફેંકી દે અને તેના પર એક બોલ બાંધી દેતા જેથી આ જથ્થો તેમના અન્ય સાગરીતો ફરી મેળવી શકે. બે થેલાની સાથે એક બેગ તોડેલું હતું. જે આરોપીઓએ ટેસ્ટિંગ માટે તોડ્યું હતું અને તે બેગ પાણીમાં નાખી દીધા બાદ તેમાં પાણી ભરાઈ ગયું હતું. ટંડેલ અક્રમ એ આ બેગ દરિયામાં નાખી દીધું હોવાનું સામે આવ્યું છે. અને આરોપીઓને આની ટ્રેઇનિંગ અને ઇન્સ્ટ્રક્શન પણ આપવામાં આવે છે. આરોપીઓ અગાઉ આફ્રિકા, સોમાનીયા, કતાર દુબઇ જઇ આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. અગાઉ ગુજરાતના દરિયા કિનારે કે અન્ય કોઈ જગ્યાએ કેટલી વાર ડ્રગ્સ આપી ચુક્યા છે તે બાબતે તપાસ શરૂ કરાઇ છે. તપાસમાં આ જથ્થો પાકિસ્તાની ડ્રગ માફિયા રાહીદ અને શહાબ દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું સામે આવતા એટીએસ સહિતની એજન્સીઓએ આ અંગે પણ તપાસ ધમધમાવી છે.

૮૦ ગ્રામ એમડી, ૩૨૫ ગ્રામ ચરસ, સાડા ત્રણ કિલો ગાંજા સાથે આરોપીની ધરપકડ

રાજ્યમાં ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત જાેવા મળી રહ્યો છે. ડ્રગ પેડલરો યુવાધનને બરબાદ કરવા નશાનો કારોબાર ચલાવી રહ્યા હોય તેં મ લાગી રહ્યું છે. ત્યારે ગુજરાત એટીએસએ ડ્રગ્સની બદીને ડામવા માટે કવાયત હાથ ધરી છે. ગુજરાત એટીએસના સ્ટાફને બાતમીના આધારે વસ્ત્રાપુર જેવાં પોશ અને ભરચક વિસ્તરમાંથી ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થ સાથે એક શખસને ઝડપી લીધો. મળતી માહિતી મુજબ હજુ તો ગત અઠવાડિયે જ શહેરના અંધજન મંડળ વિસ્તારમાં જાહેરમાં ડ્રગ્સ લઈને ફરતા બે ભાઈઓની શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરાઈ હતી. આરોપીઓ પાસેથી રૂ. ૪૨ લાખનું ૪૨૧.૧૬ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું હતું. પોલીસે તેમની પૂછપરછ કરતા તેમણે શહેરભરમાં ૩ જેટલા ડ્રગ્સ પેડલરોને ડ્રગ્સનું વેચાણ કર્યું હોવાનું કબૂલ્યું હતું. જેના આધારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આજે શુક્રવારે વેજલપુરમાંથી ફારૂક તતા રાયખડમાંથી મારૂફ અને સલમાન નામના પેડલરોની અટકાયત કરી હતી.જાેકે હવે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ અમરેલીના રાજુલાનો એક વ્યક્તિ ડ્રગ્સની ડીલિંગ કરાવતો હતો. એટીએસને બાતમી મળતા અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી એક શખસની ધરપકડ કરી છે. એમ.ડી, ચરસ અને ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. જેમાં ૮૦ ગ્રામ એમ.ડી, ૩૨૫ ગ્રામ ચરસ, સાડા ત્રણ કિલો ગાંજાે મળ્યો હોવાની વિગત જાણવા મળી છે.