સાવરકુંડલા, અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામના વિદ્યાર્થીઓ રોજ પીઠવડી હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરવા જાય છે. પરંતુ એસ.ટી બસ અનિયમિત હોવાના કારણે લોકોમાં રોષનો માહોલ જાેવા મળ્યો હતો. જેના લીધે આ વિસ્તારમાંથી પસાર થતી તમામ એસ.ટી.બસો રોકી દેવાઇ હતી, જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. જાેકે આ મામલે એસ.ટી.વિભાગના કર્મચારીઓ-અધિકારીઓ સામે પણ વિદ્યાર્થીઓમાં રોષ જાેવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ આક્રમક મૂડમાં જાેવા મળ્યા હતા અને રસ્તા રોકી આંદોલન કર્યુ હતું, જેમની સાથે સરપંચ સહિત કેટલાક આગેવાનો પણ જાેડાયા હતા.વિદ્યાર્થીઓ અને લોકોના ટોળાએ જણાવ્યું હતું કે અનેક વખત બધા રજૂઆતો કરીને છેલ્લે સાંસદને પણ રજૂઆત કરવામાં આવી હતી, જે તેમણે સાંભળી નથી. આમ વિદ્યાર્થીઓના ટોળામાં સાંસદ સામે પણ નારાજગીભર્યું વાતાવરણ જાેવા મળ્યું હતું. ​​​​​​​અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય રાહુલભાઈ રાદડીયાએ કહ્યું હતું કે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લીધા નથી. ૧૫૦ ઉપરાંતના વિદ્યાર્થીઓ છે. ડેપો મેનેજરને અનેક વખત રજૂઆતો કરી, જ્યારે અત્યારે પણ અમે ફોન કર્યો તો ડેપો મેનેજર કહે છે હું પોલીસને કહીને ભરાવી લઉ છું. સાંસદને પણ રજૂઆતો કરી છે છતાંય કોઈ આનો ર્નિણય આવતો નથી વિદ્યાર્થી પિયુષ મોલડીયાએ કહ્યું હું મોટા ઝીંઝુડાથી પીઠવડી અપડાઉન કરું છું.