અમરેલી, અમરેલી જિલ્લાના વડીયા બસ સ્ટેન્ડમાં સીસી રોડ બિસ્માર બનતા સળિયા બહાર નીકળી આવ્યા છે જેના કારણે અકસ્માતનું જાેખમ ઉભું થયું છે. સ્થાનિક લોકોએ તાત્કાલીક રસ્તાનું સમારકામ કરાવવાની માગ કરી છે. વડીયા એસટી બસ સ્ટેન્ડ બન્યાને ૫ વર્ષ થયા છે. બસ સ્ટેન્ડની અંદર બનાવવામાં આવેલા સીસીરોડમાં ગાબડાઓ પડતા સળિયાઓ બહાર નીકળી આવ્યા છે જેના કારણે અકસ્માતનું જાેખમ સર્જાયું છે. બસ સ્ટેન્ડના બિસ્માર રસ્તાઓ મુદ્દે અનેકવાર રજૂઆતો કર્યા બાદ પણ સમારકામ થયું નથી. ત્યારે લોકોએ તાત્કાલીક રસ્તાને રિપેરીંગ કરવાની માગ કરી છે.