અમદાવાદ-

દેશભરમાં ઓઇલ સપ્લાય કરતી કંપનીઓની પાઇપ લાઈનમાં પંચર કરી કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરનાર મુખ્ય આરોપી ની ગુજરાત ATS એ ધરપકડ કરી છે. .22 ગુના આચરી અલગ અલગ રાજ્યોમાંથી આરોપીએ 500 કરોડથી વધુ ઓઇલ ચોરી કર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી દુબઈથી મુંબઈ પહોંચ્યો ત્યાં જ ATS એ ઝડપી પાડ્યો. કોણ છે સંદીપ ગુપ્તા અને ઓઈલ ચોરીનું કેવું હતું નેટવર્ક જોઈએ.

દેશના અલગ અલગ રાજ્યોમાં 22 જેટલી ઓઇલ લાઈનોમાં પચર કરી કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરનાર મુખ્ય આરોપી સંદીપ ગુપ્તાની ગુજરાત ATSએ મુંબઈ એરપોર્ટ થી ધરપકડ કરી છે. આરોપી રાજસ્થાન બિયાવર , બર, પશ્ચિમ બંગાળમાં કોલકતા તથા વર્ધમાન નગર, બિહાર જમુઈ, રોહતક, ગોહાના અને ચિત્તોગઢમાં ઓઇલ ચોરીના ગુનામાં ફરાર હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત ATS અને મોરબી SOG વાંકાનેરમાં કરેલ રેડમાં પણ આરોપી સંદીપ ફરાર હતો. સંદીપ પૂછપરછમાં તાજેતરમાં 6 જેટલા પંચર કરી કરોડોની ઓઇલ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી છે.

આરોપી સંદીપ ગુપ્તા પૂછપરછ સામે આવી તેની મોડ્સઓપરેન્ડી આરોપી ઓઇલ લાઈનામાં પચર કરવા 300-400 મીટર પોતાની લાઇન નાખતો હતો. લાઇન નજીકમાં આરોપી ગોડાઉન અથવા જગ્યા ભાડે રાખી કન્ટેનરની અંદર ટેન્કરની ટાંકી ફીટ કરી દેશભરનું ચોરી ઓઇલ વેચાણ કરતો હતો. તાજેતરમાં 6 જેટલા ગુનાઓ નામ ખુલતા ઓગસ્ટ મહિનામાં દુબઈ ફરાર થયો હતો. આરોપી વિરુદ્ધ કલમ 70 મુજબ વોટર ઇસ્યુ થયું હતું જેથી આરોપી મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ એટીએસ માહિતી મળી અને આરોપી ઝડપી લેવામાં આવ્યો હતો.