અમદાવાદ, મધ્યપ્રદેશના ખરગૌન જિલ્લામાં રામનવમીના દિવસે થયેલી હિંસા મામલે ૮૦થી વધુ ઉપદ્રવીઓની ધરપકડ કરી ચૂકવામાં આવી છે. ૨૦થી વધુ મકાનો પર સરકાર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ત્યારે હવે ધરપકડ કરાયેલા શખ્સોમાં મોટો ખુલાસો થયો છે. મધ્યપ્રદેશના ખરગૌનમાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારો કરતા પકડાયેલા ૪ શખ્સો ગુજરાતના હોવાનુ સામે આવ્યું છે. મધ્યપ્રદેશ પોલીસે ગુજરાત છ્‌જીનો સંપર્ક કર્યો છે. ઝડપાયેલા ૪ શખ્સો પૈકી ૨ અમદાવાદના,૧ પાટણ અને ૧ બનાસકાંઠાનો વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. ફંડિગ પીએફઆઈ ફંડિગ મામલે એટીએસ તપાસ હાથ ધરી રહી છે. ૪ શખ્સો પાસે ૧૫ હજારની રોકડ રકમ મળી હતી. સમાજ સૈવા નામે પૈસા ઉઘરાવ્યા હોય વિગતો સામે આવી છે. ખરગૌનમાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખરગોન હિંસા પર નિવેદન આપતા કહ્યું કે હવે ખરગોનમાં સંપૂર્ણ રીતે શાંતિ છે. અમે ર્નિણય કર્યો છે કે જેમના મકાનો અને સંપત્તિઓ તોફાનીઓએ નુકસાન પહોંચાડ્યું છે. તેમાંથી ૧૦ મકાનોને નુકસાન થયું છે. તેમને ફરીથી બનાવામાં આવશે. સામાન્ય નુકસાન પહોંચેલા ૭૦ જેટલા મકાનોને સહાયતા કરીને મરમત કરાશે. જે લોકો ઘાયલ થયા હતા. તેમની મફત સારવાર કરવામાં આવશે. જેમની આજીવિકાને નુકસાન પહોંચ્યું છે. તેમની આજીવિકા ફરી ઉભી કરવામાં આવશે.ગુજરાતમાં રામનવમીના અવસરે નીકળેલી શોભાયાત્રામાં અનેક જગ્યાએ પથ્થરમારાની ઘટના સામે આવી હતી. હિંમતનગર અને ખંભાતમાં શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ગુજરાત પોલીસ કાર્યવાહી કરી રહી છે.