બનાસકાંઠા-

બનાસકાંઠામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે શહેરના છાપી પોલીસની હદમાંથી પસાર થતા એક બાઇક ચાલક ને રોકાવી તેને માસ્ક પહેરેલ ન હોઈ દંડની પાવતી લેવાનું કહેતા પોલીસ કર્મી વનાજી ઠાકોર પર હુમલો કર્યો હતો.પોલીસ કર્મી ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.

મળતી માહિતી મુજબ છાપી પોલીસ મથકમાં ટ્રાફિકની કામગીરી કરતા વનાજી ઠાકોર આજે પોતાની ફરજ પર હતા, જે દરમ્યાન એક બાઇક લઈને આવી રહેલ સુરેશસિંહ ખુમાજી દરબારને માસ્ક પહેરેલ ન હોઇ તેને રોકાવી માસ્ક કેમ નથી પહેર્યો દંડ ભરવો પડશે તેવી વાત પોલીસ કર્મી કરી રહ્યો હતો, પરંતુ ત્યારબાદ ઇસમ સુરેશસિંહે પોલીસ પર હુમલો કરી દેતા પોલીસ કર્મી વનાજી ઠાકોર ઘાયલ થયા હતા. 

આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકો દોડી આવી પોલીસ કર્મીને સારવાર અર્થે લઈ હતા, જ્યારે હુમલો કરનાર ઇસમ સુરેશસિંહ ખુમાજી દરબાર રહે તેનીવાડા વાળાને પોલીસે ગણત્રીની કલાકોમાં ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધેલ હતા. આ હુમલા માં ઘાયલ પોલીસ કર્મી વનાજી ઠાકોર હાલ સારવાર હેઠળ છે જ્યારે હુમલો કરનાર સામે છાપી પોલીસ મથક માં ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.