મુંબઇ-

મુંબઇના ગોરેગાવ વિસ્તારમાં એક ડ્રગ પેડલરની નિશાની પર જ્યારે એનસીબીની ટીમ રેડ કરવા ગઇ તો આશરે 50-60 લોકોની ભીડે તેમની પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને ઇજા થઇ છે.

બોલિવૂડના ડ્રગ્સ કનેક્શનની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમ પર હુમલો થયો છે. મુંબઇના ગોરેગાવમાં એનસીબીના ઝોનર ડિરેક્ટર આઇઆરએસ સમીર વાનખેડે અને તેમની પાંચ સભ્યોની ટીમ પર ડ્રગ પેડલર્સ અને બદમાશોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન બે અધિકારીને ઇજા થઇ છે. એનસીબીનું કહેવુ છે કે સમીર વાનખેડેની આગેવાનીમાં એનસીબીની ટીમ રેડ કરવા ગઇ હતી. આ દરમિયાન ડ્રગ પેડલર સાથે આશરે ૬૦ લોકો ભેગા થઇ ગયા હતા અને એનસીબીની ટીમ પર હુમલો કર્યો હતો. મુંબઇ પોલીસે પુરી સ્થિતિને સંભાળી હતી અને ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી.

ડ્રગ પેડલરનું નામ કૈરી મેનડિસ છે. મુંબઇ પોલીસે આઇપીસીની કલમ 353 હેઠળ કેરી મૈનડિસ અને તેના ત્રણ સાથીઓની ધરપકડ કરી છે. કૈરી પર વેસ્ટર્ન મુંબઇમાં એલએસડી સપ્લાય કરવાનો આરોપ છે. એનસીબીને તેની પાસેથી બે એલએસડી મળ્યા છે. કૈરી સિવાય વધુ બે લોકોની અટકાયત કરવામાં આવી છે.