વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્ર તેમજ સોળસુંબાના સરપંચ પર હુમલો
28, જુલાઈ 2020

વલસાડ, તા.૨૭  

ઉમરગામ તાલુકા ના સોળસુંબા ગામેં સરપંચ અને તેમના પરિવાર ની વિરુદ્ધ સોસીયલ મીડિયા પર ગામના જ કેટલાક શખ્સો દ્વારા કરવા માં આવેલ પોસ્ટ ને કારણે મામલો બીચકયો હતો. ખોટી અને બદનામ કરે તેવી પોસ્ટ મુકનાર ને ટેલિફોનિક વાતચીત કરી મિત્ર સાથે સમજાવવા જઇ રહેલ સરપંચ પર હુમલો થતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે.

ગત ૨૬ તારીખે સોસીયલ મીડિયાના સાચો જાગૃત નાગરિક સોળસુંબા નામ ની આઈડી પર ગામ ના સરપંચ અમિતભાઇ મણિલાલ પટેલ ની વિરુદ્ધ મેસેજો વાયરલ થયા હતા.મેસેજો વાયરલ કરનાર ઉમરગામ ની જીઆઇડીસી માં નોકરી કરતો કૌશિક સિંગા ને અમિતભાઇ એ ટેલિફોનિક વાતચીત કરી હતી.જેમાં કૌશિક સિંગા એ ગામ માં કામો ન થયા હોવાનો હવાલો આપી વિરોધ નોંધાવ્યો હતો. સરપંચ અમિત પટેલે કૌશિક સિંગા ને કહ્યું હતું કે જ્યાં કામો ન થયા હોય અને કઈ કરવા જેવું હોય તો ધ્યાન દોરો ,ત્યાં અમે કામો કરીશું.જે વાતચીત બાદ કૌશિક સિંગા એ અમિત પટેલ સાથે મળવાની વાત કરતા અમિત પટેલ તેમના મિત્ર હેમંત નાયક સાથે કૌશિક સિંગા ને મળવા ગયા હતા.ઘરે થી જતી વખતે ગંગાદેવી રોડ પાસે અરવિંદ કામળી ના ઘર ની સામે ૧ ) કૌશીક સી ગા જેના પુરા નામની ખે બર નથી રહે . રાંદલ કૃપા એપાર્ટમેન્ટ ગંગાદેવી રોડ સોળ હું બા તા.ઉમરગામ જી.વલસાડ ( ૨ ) ભાવીન અરવિંદ કામળી રહે . સોળ હું બા કામરવાડ તા.ઉમરગામ જી.વલસાડ તથા ( ૩ ) વિકાસ પાટીલ રહે . દેવધેકર ફળીયા ગંગાદેવી રોડ સોળ હું બા તા .ઉમરગામ જી.વલસાડ ના ઓ ઉભા હોય જેથી હું મારી ગાડી ઉભી રાખી હું તથા મારો મિત્ર હેમંત નાયક ના ઓ ઉતરેલા અને અમો તેઓને સાથે વાતચીત કરવા જતા તેઓએ કંઇ વાત સાંભળેલ નહી મને માર મારવા લાગ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution