ભરૂચ, તા.૮ 

કોરોનામાં લોકડાઉનના પગલે લોકોને વેપાર-ધંધામાં મુશ્કેલીઓ સર્જાઈ હતી. બાદ અનલોક દરમિયાન માંડ-માંડ લોકોના રોજગાર ચાલુ થયા છે. તેમાં ભરૂચની શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી ફીની ઉઘરાણી કરવા માંડતા જેની નડુ NSUI ભરૂચ દ્વારા આવી સ્કૂલો સામે મોરચો માંડ્યો હતો. હાલ કોરોના મહામારીના પગલે તમામ શાળાઓ બંધ છે, વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ સરકારી ગાઇડલાઇનનું ઉલ્લંધન કરી શાળા સંચાલકો વાલીઓ પાસેથી વારંવાર ફીની માંગણી કરાઈ રહી છે ત્યારે NSUIના પ્રમુખ યોગી પટેલ દ્વારા આ અંગે જીલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું. પરંતુ તેનું કોઈ અસરકારક પરિણામ ન આવતા આખરે NSUI દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ તાળાબંધીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.