UPના હાપુર જિલ્લામાં બલ્લભગઢ મર્ડર જેવી ઘટનાને પુનરાવર્તિત કરવાનો પ્રયાસ 
30, ઓક્ટોબર 2020

લખનૌ-

ઉત્તરપ્રદેશના હાપુર જિલ્લામાં છેડતી બાદ વિદ્યાર્થીને અપહરણ કરવાનો પ્રયાસ કરતો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લામાં બલ્લભગઢ મર્ડરની ઘટનાને પુનરાવર્તિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુપી પોલીસે યુવતીની માતાની ફરિયાદ પર અનેક કેસ નોંધ્યા છે અને આરોપીની શોધ માટે ઘણી ટીમો બનાવી છે. પોલીસ ટીમે અનેક સ્થળોએ છાનબીન કરી છે.

ફરિયાદ અનુસાર, ગુનેગરે વિદ્યાર્થીને અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો અને વિરોધ કરવા બદલ તેને માર માર્યો હતો. પીડિતાની છેડતી અને હુમલો કર્યા પછી ગુંડા ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સનસનાટીભર્યા ઘટના હાપુર જિલ્લાના પીલખુઆ કોતવાલી વિસ્તારમાં બની છે. પોલીસ ફરિયાદ મળ્યા બાદ તપાસ સ્થળ પર પહોંચી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીડિતાની માતાની ફરિયાદ પર હત્યાનો પ્રયાસ અને અપહરણ સહિતની વિવિધ કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં બનેલી ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપી યુવક વિશે હજી વધારે માહિતી મળી નથી.



© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution