29, ઓક્ટોબર 2024
ડો. પુજા વિહારિયા |
2376 |
સ્ત્રીઓમાં વંધ્યત્વ અલગ અલગ ઘણા બધા કારણોસર જાેવા મળે છે. આ બધા કારણોમાં ટ્યૂબલ બ્લોકેજ એટલે કે નળીઓ બંધ હોવી એ ખૂબ અગત્યનું કારણ છે. આયુર્વેદમાં આ માટે ખૂબ સચોટ અને સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે. આર્તવવહ સ્ત્રોતસ અને બીજવહ સ્ત્રોતસને આયુર્વેદમાં ફેલોપીયન ટ્યુબ એટલે કે ગર્ભાશયની બાજુમાં આવેલી નળી તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં ગર્ભ રહેવા માટે મુખ્ય ચાર કારણો જરૂરી કહ્યા છે – ઋતુ(ગર્ભધારણ માટે ની યોગ્ય રૂતુ ), ક્ષેત્ર(ગર્ભધારણ માટે યોગ્ય સ્થાન ), અંબુ(ગર્ભાશયનું વાતાવરણ ), બીજ(ઉત્તમ સ્ત્રી બીજ અને પુરુષ બીજ ). આમાં જાે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ગર્ભ રહેવામાં તકલીફ પડે છે. આમાં ક્ષેત્ર એટલે કે ગર્ભધારણ કરવા માટેનું સ્થાન એટલે ફેલોપીયન ટ્યુબ ગણી શકાય છે.
(બોક્સ) ફેલોપીયન ટ્યુબની ગર્ભધારણમાં શું જરૂર છે?
ફેલોપીયન ટ્યુબ એટલે ગર્ભાશયની આજુબાજુ આવેલી એક પ્રકારની નળી જે સ્ત્રી બીજને ઓવેરી એટલે કે બીજાશયમાંથી ગર્ભાશયમાં પહોંચાડવાનું કામ કરે છે. ટૂંકમાં ફેલોપીયન ટ્યુબ વાહકનું કામ કરે છે. તેની સંખ્યા બે હોય છે. અને તે ગર્ભાશયની આજુબાજુ આવેલી હોય છે જે ઓવેરી એટલે કે બીજાશય અને ગર્ભાશયને જાેડવાનું કામ કરે છે.
સ્ત્રી બીજ છૂટું પાડવાની ક્રિયા સામાન્ય રીતે ટ્યુબમાં થાય છે. ત્યાર બાદ તે નળીઓ દ્વારા વહન કરીને ગર્ભાશયમાં જાય છે અને પુરુષના શુક્રાણુ અને સ્ત્રી બીજના મિલનથી ગર્ભ બને છે, મોટાભાગે આ ક્રિયા પણ ફેલોપીયન ટ્યુબના શરૂઆતના ભાગમાં જ બને છે.
ફેલોપીયન ટ્યુબ ઓવમ એટલે કે બીજને ગર્ભાશયમાં મોકલવાનું કામ કરે છે, તેના મુખ્યત્વે ત્રણ કામ છે સ્નાયુઓનું સંકુચન અને આકુંચનની ક્રિયા, સિલિયરી એક્ટિવિટી, સિક્રીટરી ફંક્શન. આ બધી ક્રિયાઓમાં વાયુ સૌથી અગત્યનો ભાગ ભજવે છે, આ પરથી ખ્યાલ આવે છે કે ટ્યુબની અંદરનો અને સમગ્ર શરીરનો વાયુ સમ્યક રહેવો કેટલો જરૂરી હોય છે.
• ફેલોપીયન ટ્યુબમાં બ્લોકેજના મુખ્ય ત્રણ સ્થાન હોય છે. જેમાં કોર્નુયલ બ્લોક, મિડ બ્લોક, ફિમ્બ્રિયલ બ્લોક હોય છે.
(બોક્સ) ટ્યૂબલ બ્લોક થવાના મુખ્ય કારણો
• પેલવિક ઇન્ફ્લમેટરી ડીસીસિજ (ઁૈંડ્ઢ)
• વારંવાર થતાં અબોર્શન
• ડિલિવરી પછીનો કોઈ ગંભીર ચેપ
• નળીઓમાં સોજાે આવવો
• એંડો મેટ્રિઓસિસ
• સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડીસીસ (જી્ડ્ઢ)
• જનનાંગોનો ટીબી
(બોક્સ) ફેલોપીયન ટ્યુબ બંધ છે તે નિદાન કઈ રીતે થાય ?
• ૐજીય્ ( ૐૈજંિર્ી જીટ્ઠઙ્મॅૈહર્ખ્ત ખ્તટ્ઠિॅરઅ )
• ન્ીॅિર્જર્ષ્ઠॅઅ સારવાર
• કૃત્રિમ ગર્ભાધાન - ૈંફહ્લ (ૈંહ દૃૈંિર્ હ્લીિંૈઙ્મૈડટ્ઠંર્ૈહ )
• ્ેહ્વટ્ઠઙ્મ ર્િીષ્ઠહજંિેષ્ઠંૈદૃી જેખ્તિીિઅ નળીઓને ઓપેરેશન દ્વારા ઠીક કરવી
ઓપરેશન(્ેહ્વટ્ઠઙ્મ ર્િીષ્ઠહજંિેષ્ઠંૈદૃી જેખ્તિીિઅ )ની મર્યાદાઓ
• ટ્યુબ ટૂંકી થવાના કારણે પ્રેગ્નેન્સી રહેવાની શક્યતાઓ ઘટી જવી
• ટીબીના કારણે થયેલી બ્લોકેજમાં ઓપેરેશન શક્ય નથી
• ફિમ્બ્રીયલ બ્લોકેજ ને ઓપરેશન દ્વારા ખોલવું અઘરું હોય છે
(બોક્સ)આયુર્વેદ માં શું કહ્યું છે ?
આયુર્વેદમાં કોઈ પણ રોગ મુખ્યત્વે ત્રણ દોષોના લીધે થાય છે. દૂષિત વાત, પિત્ત અને કફના કારણે. આમાં દૂષિત વાયુ, પિત્ત અને કફના પ્રકોપના કારણે શરીરમાં રૂક્ષતા આવે છે. જે આર્તવ વહ સ્ત્રોતસમાં જઈને સ્થાન શંશ્રય કરે છે અને તેનાથી નળીઓમાં બ્લોકેજ થાય છે અને તેનાથી ગર્ભધારણ કરવામાં તકલીફ થાય છે.
(બોક્સ)શું આયુર્વેદમાં ટ્યુબ બ્લોકની સારવાર છે ?
હા, આયુર્વેદમાં સારવાર શક્ય છે. જાે યોગ્ય કારણો શોધીને સારવાર કરવામાં આવે તો સારવાર શક્ય છે જ. નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સારવાર કરાવવી .
• નિદાન પરિવર્જન
• શોધન ચિકિત્સા(પંચકર્મ વિશેષ કરીને વિરેચન અને બસ્તી )
• ઉત્તર બસ્તી
• યોગ્ય પથ્ય અપથ્યનું પાલન(શું ખાવું શું ના ખાવું તેની સમજ )
(બોક્સ) ઉત્તર બસ્તી શું છે ?
આયુર્વેદમાં પંચકર્મ અને ઉત્તર બસ્તી વિશેષ કરીને ખૂબ ફાયદો આપે છે. ઉત્તર બસ્તી એટલે કે અમુક વિશેષ પ્રકારના તેલ અને ઘીને ગર્ભાશયના મુખ દ્વારા ફેલોપીયન ટ્યુબ સુધી પહોંચાડવાની ક્રિયા. આ ખૂબ બધી સાવચેતી રાખીને ઓપરેશન થિયેટરમાં કરવામાં આવતી પ્રક્રિયા છે. જાે કે તેમાં કોઈ પ્રકારના એનેસ્થેશિયા કે બીજા કોઈ ઉપકરણોની જરૂર પડતી નથી. યોગ્ય સાધનો વડે યોનિમાર્ગમાંથી વિશેષ પ્રકારના તેલ અને ઘીને એક વિશેષ પ્રકારની નળી દ્વારા ગર્ભાશયના મુખમાં મૂકવામાં આવે છે. જેનાથી ક્ષારણની પ્રક્રિયા દ્વારા લેખન થઈને નળીઓ ખૂલી જાય છે. કોઈ પ્રકારના ઓપરેશનની જરૂર રહેતી નથી. પણ હા, આ સારવાર આયુર્વેદમાં સ્ત્રી રોગના વિશેષજ્ઞ પાસે કરાવવી ખુબ જરૂરી છે. કેમ કે તે યોગ્ય જાળવણી સાથે ના થઈ શકે તો તેનાથી ચેપ લાગવાની શક્યતાઓ વધી જાય છે.