બાળકૃષ્ણ શુકલ ઋણમુકતેશ્વર મહાદેવ રોડ ખાતે ૧૦૧ વર્ષીય વયોવૃદ્ધ મતદારને મળ્યા
20, નવેમ્બર 2022

વડોદરા, તા.૨૦

વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બળાકૃષ્ણ શુક્લએ ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે. તેમને લોકોનું ભારે સમર્થન મળી રહ્યું છે. ત્યારે આજે વોર્ડ નં.૧૪માં પ્રચાર દરમિયાન ઋણમુકતેશ્વર મહાદેવ રોડ ખાતે ૧૦૧ વર્ષીય સૌથી વયોવૃદ્ધ મતદારને મળ્યા હતા. તેમણે મતદાન કરવા જરૂર જઈશ તેમ કહીને બાળકૃષ્ણ શુક્લને આશીર્વાદ આપ્યા હતા અને તમામને મતદાન કરવાની અપીલ પણ કરી હતી.વડોદરા શહેરની રાવપુરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર બાળકૃષ્ણ શુક્લના ઝંઝાવાતી પ્રચારમાં અસંખ્ય લોકો જાેડાઈ રહ્યા છે. આજે વોર્ડ નં. ૧૪ પ્રતાપનગર દત્તનગરથી ફેરણી શરૂ કરી હતી. દરમિયાન રણમુક્તેશ્વર મહાદેવ મંદિર રોડ પર તેઓ વડોદરામાં કદાચ સૌથી વયોવૃદ્ધ ૧૦૧ વર્ષના મતદાર ભામરાભાઈ લુહારને મળ્યા હતા. વયોવૃદ્ધ મતદારે તેમણે મતદાન કરવા જરૂર જઈશ તેમ કહીને આશીર્વાદ આપ્યા હતા અને વિસ્તારના તમામ લોકોને અચુક મતદાન કરવાની અપીલ પણ કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution