બનાસકાંઠા-

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જાેવા મળી રહ્યો છે.ત્યારે બનાસકાંઠાની ૧૩ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ સામે આવતા સત્તા પરિવર્તન જાેવા મળ્યું છે. જેમાં ૧૩માંથી ભાજપે ૧૦ અને કોંગ્રેસે ૩ તાલુકા પંચાયત પર કબ્જાે કર્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલી ૧૩ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ફાળે ૧૦ તેમજ કોંગ્રેસે ૩ તાલુકા પંચાયત પર કબ્જાે કર્યો છે. જેમાં કોંગ્રેસે ભાજપના ગઢ કાંકરેજમાં સત્તા છીનવી લીધી છે. આ સાથે પાલનપુર અને દાંતા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ફરી સત્તા પર આવ્યું છે.

તાલુકા પંચાયતની ચૂંટણીને લઇને ભાજપની વાત કરીએ તો સૌથી મહત્વનું ભાભરનું પરિણામ રહ્ય્šં છે. ભાભરમાં કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડુ પાડ્યું છે. ગેનીબેનના ગામના સભ્યો ભાજપમાં પક્ષ પલટો કરી પ્રમુખ બન્યાં છે.

જ્યારે દાંતીવાડામાં કોંગ્રેસે ફોર્મ પરત ખેંચતા ભાજપ બિનહરીફ થયું છે. આ સાથે દાંતીવાડામાં કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા છીનવી લીધી છે. જ્યારે વડગામમાં અઢીવર્ષના કોંગ્રેસ શાસન બાદ ભાજપ સત્તા પર આવ્યું છે.

તો બીજી તરફ દિયોદરમાં ભાજપને લોટરી લાગી છે. દિયોદરમાં ટાઇ પડતા ચિઠ્ઠી નાંખવામાં આવતા ભાજપને સતા મળી છે. આ સાથે ડીસા, થરાદ, ધાનેરા, સુઇ ગામ, વાવ, અમીરગઢ તાલુકા પંચાયત પર ભાજપનો કબ્જાે થયો છે. આમ બનાસકાંઠામાં ૧૩માંથી ભાજપને ૧૦ અને કોંગ્રેસના ફાળે ૩ તાલુકા પંચાયત આવી છે.

ભાજપ ફાળે કઇ-કઇ તાલુકા પંચાયત

ભાભર, દાંતીવાડા, વડગામ, દિયોદર, ડીસા, થરાદ, ધાનેરા, સુઇગામ, વાવ, અમીરગઢ

કોંગ્રેસના ફાળે કઇ-કઇ તાલુકા પંચાયત

પાલનપુર, દાંતા, કાંકરેજ