બાંગ્લાદેશ એ ભારત સીમા વધુ 14 દિવસ બંધ રાખવાની જાહેરાત કરી
29, જુન 2021

 દિલ્હી-

બાંગ્લાદેશે ભારતની સરહદ બંધ રાખવાની અવધિમા વધુ 14 દિવસનો વધારો કર્યો છે. આ નિર્ણય વિદેશ સચિવ મસૂદ બિન મોમેનની હાજરીમાં પ્રધાનોની આંતરિક સ્તરની બેઠકમાં લેવામાં આવ્યો છે. હકીકતમાં બાંગ્લાદેશે આ અગાઉ 26 એપ્રિલે ભારતની સરહદ બંધ કરી દીધી હતી. આ દરમિયાન મુસાફરોની અવરજવર ઉપર કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. જો કે, નૂર અને માલવાહક વાહનોને પ્રતિબંધના દાયરાની બહાર રાખવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેડિકલથી સંબંધિત મુસાફરીને મંજૂરી પણ આપવામાં આવી છે, પરંતુ આ માટે વહીવટ ના માન્ય વિઝા અને પરવાનગી ફરજિયાત છે. આ સિવાય બાંગ્લાદેશમા પ્રવેશ કરતાં 72 કલાક પહેલા કોરોના નેગેટિવ ટેસ્ટ બતાવવા નો રહેશે. બાંગ્લાદેશ ના બેનાપોલ, અખૌરા, બુરિમારી વિસ્તારોમાથી સરહદની મુસાફરીની મંજૂરી આપવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution