બાંગ્લાદેશમાં હિન્દુ નેતા ભાવેશ રોયની હત્યાથી ખળભળાટ
19, એપ્રીલ 2025


ઢાકા, ભાવેશ રોય બાંગ્લાદેશ પૂજા ઉદ્યાપન પરિષદના બિરાલ એકમના ઉપપ્રમુખ હતા.બાંગ્લાદેશમાં એક મોટા હિન્દુ નેતાની અજાણ્યા લોકોએ હત્યા કરી દીધી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભાવેશ ચંદ્ર રોય (૫૮)નું ગુરુવારે બપોરે તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને માર મારીને હત્યા કરવામાં આવી હતી.તેઓ બાંગ્લાદેશ પૂજા ઉદ્યાપન પરિષદના બિરાલ એકમના ઉપપ્રમુખ હતા. હિન્દુ સમુદાયમાં તેમનો ભારે પ્રભાવ હતો. પોલીસે જણાવ્યું હતું કે તેઓ ઢાકાથી લગભગ ૩૩૦ કિમી દૂર દિનાજપુરના બસુદેવપુર ગામના રહેવાસી હતા.બે બાઇક પર ચાર લોકો આવ્યા અને તેમને બળજબરીથી ઉઠાવી ગયા

ભાવેશ ચંદ્ર રોયની પત્ની શાંતાનાએ જણાવ્યું કે ગુરુવારે સાંજે લગભગ ૪:૩૦ વાગ્યે તેમના પતિને એક ફોન આવ્યો. ફોન કરનાર ફક્ત એ જાણવા માગતો હતો કે ભાવેશ ઘરે છે કે નહીં. લગભગ અડધા કલાક પછી બે બાઇક પર ચાર માણસ તેમના ઘરે આવ્યા અને ભાવેશને બળજબરીથી લઈ ગયા.નજરે જાેનારના જણાવ્યા અનુસાર, તેને નજીકના નારાબારી ગામમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમને ર્નિદયતાથી માર મારવામાં આવ્યો. ગુરુવારે સાંજે જ હુમલાખોરોએ ભાવેશને બેભાન અવસ્થામાં વાનમાં તેના ઘરે મોકલી દીધો. તેમને પહેલા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પછી દિનાજપુર મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.બિરાલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી અબ્દુસ સબુરે જણાવ્યું હતું કે આ મામલે કેસ નોંધવાની તૈયારી ચાલી રહી છે. પોલીસ શંકાસ્પદોની ઓળખ કરવા અને ધરપકડ કરવા માટે તપાસ કરી રહી છે. ભાવેશની પત્ની શાંતાનાએ કહ્યું હતું કે તે બે હુમલાખોરોને ઓળખી શકે છે.

બાંગ્લાદેશની સરકારને ૈંસ્હ્લનો ઝટકો : પાકિસ્તાન જેવી હાલત?

બાંગ્લાદેશમાં સત્તા- પરિવર્તન પછી તેના દેશની આર્થિક સ્થિતિ અત્યંત બેહાલ થઈ ગઈ છે. ગરીબીમાં પીસાતા બાંગ્લાદેશને હવે કરજ લેવું પડે તેમ છે પરંતુ ઠેકઠેકાણેથી તેને જાકારો મળી રહ્યો છે. ઠેર- ઠેર ઠોકરો ખાય છે, મદદ મળતી નથી. તાજેતરમાં તેણે આઇ.એમ.એફ. પાસેથી ૪.૭ બિલિયન ડોલરની સહાય માગી જે હપ્તે હપ્તે આપવા આઇ.એમ.એફ. તૈયાર થયું પરંતુ ચોથા અને પાંચમા હપ્તા પહેલા જ તેણે ૪ મુખ્ય શર્તો પૂરી કરવા કહ્યું તે પરિસ્થિતિમાં હવે તેને કરજ (લોન) લેવામાં મુશ્કેલી ઉભી થાય તેમ છે. આ ચાર શર્તો પૈકી સૌથી મહત્ત્વપૂર્ણ શર્ત, મહેસુલ તેમજ ટેક્સેસનની આવક વધારવાની છે. તેણે બજાર પર આધારિત નહી તેવો ગણતરી બહારનો વિનિમય દર પાટા પર ચઢાવવા, તથા બેફામ આપવી પડતી સબ્સીડી રોકવા તથા બેન્કિંગ ક્ષેત્રમાં ચાલી રહેલી ગેરરીતિઓ અને તે ક્ષેત્રની તદ્દન નબળી કાર્યવાહી સુધારવા તાકીદ કરી છે. આ પગલાઓનો અમલ બરોબર થાય છે કે કેમ તે જાેવા માટે આઠ દિવસથી આઇ.એમ.એફ.ની ટીમના વરિષ્ઠ અધિકારીઓ ઢાકામાં પડાવ નાખી પડયા છે પરંતુ હજી લોનનો બીજાે ભાગ મંજૂર કર્યો નથી. સવાલ તે ઉપસ્થિત થાય છે કે, હવે મોહમ્મદ યુનુસ કરશે શું ?

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ નેતાની હત્યા, ભારતે ફટકાર લગાવતાં કહ્યું- હવે બહાના બંધ કરો

બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં હિન્દુ નેતા ભાવેશ ચંદ્ર રોયની ક્રૂર હત્યા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારત સરકારે આ ઘટનાની સખત નિંદા કરી છે અને બાંગ્લાદેશની વચગાળાની સરકારને લઘુમતીઓના રક્ષણની જવાબદારીથી ભાગવા અને બહાના બનાવવાનું બંધ કરવા જણાવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી નેતા ભાવેશ ચંદ્ર રોયના અપહરણ અને ક્રૂર હત્યાથી અમને દુ:ખ થયું છે. આ ઘટના બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પરના અત્યાચારોની શ્રેણીનો ભાગ લાગે છે, જ્યારે જૂના કેસોના ગુનેગારો હજુ પણ મુક્તપણે ફરે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution