મુંબઇ-

 રેટિંગ એજન્સી BSRC ચેનલો માટે સાપ્તાહિક રેટિંગ પર આવનારા ૩ મહિના માટે પ્રતિબંધ લગાવવાનું એલાન કર્યું છે. રેટિંગ એજન્સીએ કહ્યુ હતુ કે તે ફેક રેટિંગના સમાચારો અને દાવાઓની વચ્ચે પોતાની સમીક્ષા કરશે.  BSRC એ કહ્યું કે ન્યૂઝ જાેનરની સાથે  BSRC તમામ સમાચાર ચેનલો માટે ઈન્ડિવિઝ્યૂઅલ વીકલી રેટિંગ જાહેર કરવાનું બંધ કરી દેશે.  BSRC ટેક કોમની દેખરેખમાં વેલિડેશન અને ટ્રાયલને લઈને આમાં લગભગ 8-12 અઠવાડિયા લાગવાની આશા છે. BSRCનું કહેવું છે કે BSRC રાજ્ય અને ભાષા અંતર્ગત દર્શકોના ન્યૂઝ જાેનરનું વીકલી એન્ટિમેટ આપતી રહેશે.

કથિત બનાવતી TRP સ્કેમ ત્યારે બહાર આવ્યું જ્યારે રેટિંગ એજન્સીએ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BSRC)ને ‘હંસા રિસર્ચ ગ્રુપ’ માર્ફતે ફરિયાદ નોંધાવી કહ્યું કે કેટલીક ચેનલો ટીઆરપીના રેટની સંખ્યામાં હેરફેર કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે દાવો કર્યો છે કે રિપબ્લિક ટીવી અને ૨ મરાઠી ચેનલોએ ટીઆરપીમાં હેરફેર કરી છે. આ સ્કેમ હેઠળ 4 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. જેમાં 2મરાઠી ચેનલોના માલિકનો સમાવેશ થાય છે. રિપબ્લિક ટીવીના મુખ્ય નાણા અધિકારી શિવ સુબ્રમણ્યમ સુંદરમ અને સિંહ પોલીસ સામે હાજર થવાથી ઈન્કાર કરી દીધો અને રાહત માટે સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે.