મહેસાણા-

મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છેલ્લા 3 દિવસથી અવિરત પડી રહ્યો છે. જેથી અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. નીચાણવાળા વિસ્તારો અને અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. નાના ગામોમાં તળાવો ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, મહેસાણા જિલ્લામાં છેલ્લા 4 કલાકમાં 25.51 ઇંચ વરસાદ પડ્યો છે.

મળતી માહિતી મુજબ રવિવારે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં એટલે કે ચાર કલાકમાં તાલુકા પ્રમાણે ઊંઝામાં 2.44 ઈંચ વરસાદ, કડીમાં 2.95 ઈંચ વરસાદ, ખેરાલુમાં 1.14 ઇંચ વરસાદ, જોટાણામાં 5.86 ઈંચ વરસાદ, બેચરાજીમાં 4.09 ઈંચ વરસાદ, મહેસાણામાં 4.01 ઇંચ વરસાદ, વડનગરમાં 1 ઇંચ વરસાદ, વિજાપુરમાં 2.87 ઈંચ વરસાદ, વિસનગરમાં 1.14 ઈંચ વરસાદ નોંધાયો છે.