1. મિયામી

વર્લ્ડ નંબર-૧ ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી અને સાતમી ક્રમાંકિત બેલારુસની સાબેલ્ન્કા પોતપોતાની મેચ જીતી મિયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. સિન્હુઆના જણાવ્યા અનુસાર બાર્ટીએ સ્લોવાકિયાની ક્રિસ્ટિના કુકોવાને બે કલાક અને ૩૦ મિનિટની મેચમાં ૬-૩, ૪-૬, ૭-૫ થી હરાવી.સબાલેન્કાએ બલ્ગેરિયાની સ્વેતાના પીરોનકોવાને ૦-૬, ૩-૬, ૭-૬ (૯) થી હરાવી. ત્રીજી ક્રમાંકિત રોમાનિયાની સિમોના હાલેપ અને પાંચમી ક્રમાંકિત યુક્રેનની એલિના સ્વિતોલિનાએ પોતપોતાની મેચ જીતીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. ચીનની નંબર વન વાંગ કિયાંગને ઝેક રિપબ્લિકની માર્ક્‌વેતા વોન્ડ્રૂસોવાએ ૬-૪, ૬-૪ થી પરાજય આપ્યો હતો.