બીટ કોઇન ફેમ નિશા ગોંડલીયા ફરી ચર્ચામાં, ન્યાય માટે SP કચેરી કરી રજુઆત
30, સપ્ટેમ્બર 2020

જામનગર-

ભુમાફિયા જયેશ પટેલ અને યશપાલ જાડેજા વિરુદ્ધ અનેક ફરીયાદ કરનારી બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયા ફરી ચર્ચામાં આવી છે. મંગળવારે સાંજે એકાએક નિશા ગોંડલીયા જિલ્લા પોલીસવડા દીપેન ભદ્રેનને અરજી આપવા માટે આવી પહોંચી હતી અને ભુમાફિયા જયેશ પટેલ પર અનેક આરોપ લગાવ્યા હતા.

જોકે, નિશા ગોંડલીયા માંગ કરી રહી છે કે, તેના પર ફાયરિંગ કરાવનાર આરોપીઓ હજુ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેને બદનામ કરવા માટે ભૂમાફિયાઓ જયેશ પટેલ અવારનવાર સોશિયલ મીડિયામાં ઓડિયો તેમજ વીડિયો મૂકી રહ્યો છે. નિશા ગોંડલીયાએ એસપી કચેરી ખાતે આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે તે માટેની અરજી કરી છે. મીડિયા સાથેની વાતચીતમાં નિશા ગોંડલિયાએ ભૂમાફિયા જયેશ પટેલ અને યશપાલ જાડેજા પર અનેક આરોપો લગાવ્યા છે. તેમજ તેના પર જે ફાયરિંગ કરવામાં આવ્યું તે આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાની વાત જણાવી હતી. મહત્વનું છે કે, થોડા દિવસો પહેલાં ભૂમાફિયા જયેશ પટેલે ઓડિયો વાયરલ કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution