ભરૂચ: 31મી ડીસેમ્બરની ઉજવણી સમયે પોલીસનું સઘન ચેકિંગ, 28 નશેબાજોની ધરપકડ
01, જાન્યુઆરી 2021

ભરૂચ-

કોરોના વાઈરસના કહેરના કારણે પોલીસે લોકોને 31મી ડીસેમ્બરની ઉજવણી ઘરોમાં રહીને કરવા તથા નશો નહિ કરવા ચેતવણી આપી હતી. જોકે, તેમછતાં ભરૂચમાં કેટલાક નશે બાજો નશાની હાલતમાં બહાર નીકળ્યા હતા, જેથી પોલીસે તેમને જેલભેગા કરી દીધાં હતા. જિલ્લામાંથી અત્યાર સુધીમાં 28 નશેબાજો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે. પોલીસે 31 મી ડીસેમ્બરની રાત્રિએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

31st ની રાતે અનેક લોકો દારૂનો નશો કરી શહેરમાં ફરી રહ્યા હતા તેમને પોલીસે પકડી પાડ્યા હતા પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં શરાબીઓને પકડવા માટે અલગ અલગ ટિમ બનાવી હતી. આ ટીમો શહેરમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે 31મી ડિસેમ્બરની મોડી રાત્રે પોલીસે 20થી વધુ શરાબીઓને પકડી પાડ્યા હતા. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution