અરવલ્લી,ભિલોડા : ભિલોડા પાસેથી પસાર થતી ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતા ભિલોડા-લીલછા વચ્ચે આવેલ કોઝવે પર પાણી ફરી વળ્યાં હતા. કોઝવે પર વહી રહેલા પાણીના પ્રવાહમાંથી લીલછાના ખેડૂત દંપતીએ મોટરસાયકલ સાથે પસાર કરવાનું સાહસ કરતા ખેડૂત દંપતી બાઈક સાથે તણાઇ જતા ભારે હોહા મચી ગઇ હતી. સદનસીબે ખેડૂત દંપતીને તરતા આવડતું હોવાથી ધસમસતા પ્રવાહ સામે ઝીંક ઝીલી હતી. બીજી તરફ ઘટનાના પગલે સ્થાનિકોએ દોડી આવી ખેડૂત દંપતી પાણીના ધસમસતા પ્રવાહમાં ગરકાવ થાય તે પહેલા બચાવી લેવામાં આવતા પરિવારજનો અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ખેડૂત દંપતીની બચાવ કામગીરી ચાલતી હતી ત્યારે અન્ય એક મોટરસાયકલ પાણીના પ્રવાહમાં તણાઇ ગયું હતું ભિલોડા પંથકમાં ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં અનરાધાર વરસાદના પગલે હાથમતી અને બુઢેલી નદી બે કાંઠે વહેતા ગાંડીતુર બની હતી. નીચાણવાળા વિસ્તારોમાં વધુ એક વાર પાણી ભરાઇતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસામાં દરવર્ષે ઇન્દ્રાસી નદીમાં પાણી આવતા ભિલોડા- લીલછા ગામને જોડાતા કોઝવે પર પાણી ફરી વળતા લીલછા ગામ ભિલોડાથી વિખૂટું પડી જાય છે.લીલછા ગામના દાઉદભાઈ મન્સુરી તેમના પત્ની સાથે ખેતરમાં જઈ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કોઝવે પરથી વહી રહેલા પાણીના પ્રવાહમાં ખેડૂતે મોટરસાયકલ હંકારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે બાઇકચાલક ખેડૂતે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. ખેડૂત દંપતી પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇને કોઝવેમાં ગરકાવ થઇ રહ્યા હતા. ખેડૂત દંપતીને તરતા આવડતું હોવાથી અને સ્થાનિક લોકોની નજર પડતા તેઓ દોડી ગયા હતા. કોઝવેના પાણીમાં ગરકાવ થાય એ પહેલા જ ખેડૂત દંપતીને બચાવી લઈ પાણીમાં તણાઈ રહેલીબાઇકને ભારે જહેમત બાદ ાॅલોકોએ બહાર કાઢી હતી.મેઘરજના વડથલી નજીક સુખડ નદી બે કાંઠે થતા જીતપુર,અદાપુર,નીલકંઠ સહીત ૧૦થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.