વડોદરા : જીવ થી શિવ,સ્વ થી સમષ્ટિ અને આત્માથી પરમાત્મા એ આપણી ફિલોસોફી રહી છે. ભગવાન ભોળાનાથ સાંસારિક દુઃખોનો અંત લાવે છે. મહાશિવરાત્રિએ શરીર, મન, બુદ્ધિ અને આત્માના સાક્ષાત્કારના આધાર પર પરમ તત્વની પ્રાપ્તિ થાય છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ.મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુજરાત ને હંમેશા ભોળાનાથના સતત આશીર્વાદ મળતા રહ્યા છે.ગુજરાત સુરક્ષિત , સમૃધ્ધ રહે અને શક્તિશાળી બને તેવા આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી તેમણે પ્રાર્થના કરી હતી.

તેમણે કહ્યુ હતુ ક, વડોદરામાં પૂજ્ય સાવલીવાળા સ્વામીનું સ્વપ્ન આજે સાચા અર્થમાં સાકાર થયું છે. વડોદરાના હૃદય સમાન સુરસાગર સરોવરમાં ભગવાન શિવજીની ૧૧૧ ફૂટ ઉંચી પ્રતિમાની સ્થાપના, જાગનાથ મહાદેવનો જીર્ણોદ્ધાર તેમજ દર વર્ષે પરંપરાગત શિવજીની સવારી શરૂ થઇ છે. આજે સર્વેશ્વર મહાદેવ ની પ્રતિમાને સુવર્ણ જડિત કરવાના પાવન કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે.

  ભગવાન શિવજી ઝેરના ઘૂંટડા પીતા એટલે નીલકંઠ કહેવાયા એમ જણાવતાં તેમણે ઉમેર્યું કે ભોળાનાથ બીલીપત્ર અને એક લોટા જળથી રીજી સાંસારિક દુઃખોનો અંત લાવે છે. ભારતના બાર જ્યોતિર્લિંગ પૈકી સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતમાં છે. ભારતમાં દરેક ઉત્સવની નવા જાેમ, નવા ઉમંગ સાથે ઉજવણી દ્વારા નવી શક્તિ પ્રાપ્ત થાય છે. કોરોનાના કપરા કાળમાંથી મુક્તિ પામીને કોરોના હારશે, ભારત જીતશે... ને સાકાર કરવા સૌને પ્રતિબદ્ધ થવા તેમણે અનુરોધ કર્યો હતો.

 વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વર્ષો જૂના રામ મંદિર નિર્માણનું સપનું સાકાર થયું છે. એટલું જ નહીં કેદારનાથના ભોળાનાથનું ભવ્ય મંદિર નિર્માણ સાથે બનારસ કાશી વિશ્વનાથની પણ કાયાપલટ થઇ રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ,ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી,પક્ષ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ,નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલ,ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત મહાનુભાવો મહા આરતીમાં જાેડાયાં હતાં