ભુજ-

કચ્છમાં કોરોનાનો પગપેસારો ધીરે ધીરે વધારે જ વ્યાપક બનવા પામી રહ્યો હોય તેમ દેખાવવા પામી રહ્યુ છે અને હવે કોરોનાએ પૂર્વ કચ્છ જિલ્લાની ગળપાદર જેલમાં પણ દેખા દઈ દીધી છે. અહીના છ કેદીઓ સહિત બે સ્ટાફસભ્યો આ મહામારીની ઝપટમા આવી ગયા હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે.

મળતી માહિતી મુજબ આ બાબતે પૂર્વ કચ્છ જિલ્લા ગળપાદર જેલમાં ભચાઉમાં ૩૦રના એક તહોમતદાર કે જેઓ પોલીસ કસ્ટડીમાં હતા અને તેઓ પોઝીટીવ આવ્યા બાદ નેગેટીવ રીપોર્ટ આવ્યા પછી જેલ ખાતે મુકવામા આવ્યા હતા. અને તેઓનો રીપોર્ટ નેગેટીવ આવ્યા છતા પણ જેલમા તેની તમામ પ્રકારની તકેદારીઓ રાખવામા આવી હતી પરંતુ તકેદારીના ભાગરૂપે જેલમાં ૪ર જેટલા લોકોના એન્ટીજન ટેસ્ટ કરવામા આવતા છ કેદીઓ અને બે સ્ટાફ સભ્યોના રીપોર્ટ પોજીટીવ આવવા પામ્યા છે. છ કેદીઓમાં ભચાઉવાળા કેદીને એડમીનની વોરેન્ટમા સહી સહિતની કાગમીરી કરાવવાવાળા અન્ય સાથીઓ, તેને કીચનમાથી જમવાનુ પહોંચાડનારાઓ સહિતનાઓનો સમાવેશ થવા પામી રહ્યો છે. ભચાઉથી જેલમાં આવેલા ૩૦રના તહોમતદારના સંપર્કમાં આવેલાઓને કોરોના સંક્રમણ લાગ્યાનો પ્રાથમીક અંદાજ : ગત રોજ જેલમાં ૪ર લોકોના અગમચેતીના ભાગરૂપે કરાયા હતા રેપિડ એન્ટીજન ટેસ્ટ, જેમાંથી ૬ કેદી, એક કર્મચારી અને કર્મચારીના ધર્મપત્નીનો રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર એકશનમાં આવ્યું છે.