સલમાન ખાનની ‘રાધે  યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ અને અક્ષયકુમારની ‘લક્ષ્મીબમ’ બાદ હવે અજય દેવગણની આગામી ફિલ્મ ‘ભૂજ  ધ પ્રાઈડ ઓફ ઇન્ડીયા ’ની પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝના ન્યૂઝ આવી રહ્યાં છે. કોરોનાને કારણે જે રીતની સ્થિતી અત્યાર દેશ અને દુનિયામાં છે. તેને જાતાં મેકર્સ હવે ફિલ્મોને રિલીઝ માટે રોકવા માગતા નથી અને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યાં છે. ડિરેકટર અભિષેકની આ ફિલ્મના શૂટિંગનું થોડું કામ બાકી છે જેને પૂરું કરતાની સાથે જ તેને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરી દેવામાં આવશે. જણાવવામાં આવ્યું છે કે, મેકર્સ આવો નિર્ણય કદાચ એેટલા માટે લઈ રહ્યાં છીએ કારણ કે, લોકડાઉન ખૂલ્યા બાદ પણ લોકો ભાગ્યે જ ભીડની વચ્ચે થિયેટરમાં જવાનું પસંદ કરે. આ જ વાતોનું ધ્યાન રાખીને અજય દેવગણ અને સંજય દત્તની આ ફિલ્મને થિયેટરને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેકર્સ આ ફિલ્મ માટે સારી ડિલના પ્રયત્નોમાં જાડાયેલા છે. જાકે, આ અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી. કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉનને કારણે બોલિવુડની કમાણીને પણ બહુ મોટો ઝટકો લાગ્યો છે. તમામ ફિલ્મોની રિલીઝ અને શૂટિંગ લટકેલા છે. જા કે, મહારાષ્ટ્ર સરકાર તરફથી કોરોના અંગે કેટલીક શરતો સાથે ફિલ્મના શૂટિંગ શરૂ કરવાની વાત કહેવામાં આવી છે. તાજેતરમાંજ અજયની ફિલ્મ ‘ભૂજ’ અને ‘મેદાન’ની રિલીઝ ડેટ આગળ વધારવાના સમાચાર આવ્યા હતાં. ૧૯૭૧ની ભારત-પાકિસ્તાન લડાઈ પર બનેલી ફિલ્મ ‘ભૂજ ધ પ્રાઈડ ઓફ ઈÂન્ડયા’ને પહેલા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ રિલીઝ કરવાની હતી. ત્યારબાદ રિપોર્ટ આવ્યા કે, આ ફિલ્મને હવે વિજય દિવસ એટલે કે, ૧૬ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ રિલીઝ કરી શકાય છે કારણ કે, આ જ દિવસે ૧૯૭૧માં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. જાન્યુઆરીમાં ફિલ્મનો ફર્સ્ટ લુક રજૂ કરાયો હતો. અજય દેવગણનો લુક ખૂબ જ ઇમ્પ્રેસિવ લાગી રહ્યો હતો.