આણંદ : ભાજપ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ આ જ નીતિ આખરી ગણવામાં આવશે તો આણંદ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રમણભાઈ સોલંકીના પરિવારના સભ્યની તેમજ દાવોલ બેઠક પરથી લડતાં અને વિરોધ પક્ષના નેતા પ્રતાપસિંહ ગોહેલ સહિત કેટલાંક મોટાં માથાઓની ટિકિટ કપાઈ જશે, તેમ મનાઈ રહ્યું છે. આ સંજાેગોમાં કોંગ્રેસ દ્વારા હાલમાં ઉમેદવારોનું ફાઈનલ લિસ્ટ તૈયાર કરી લેવામાં આવ્યું છે, પણ ભાજપની ચાલ પર નજર રાખવામાં આવી રહી છે. ભાજપ તરફતી એક વખત નીતિ સ્પષ્ટ થઈ ગયાં પછી કોંગ્રેસ આગળનું પગલું ભરશે, તેમ કહેવાય છે. બીજી તરફ ભાજપના ટિકિટ ફાળવણીના નવા નિયમની સૌથી વધુ અસરો પાંચ પાલિકામાં થવાની છે. આણંદની પાંચ પાલિકામાં ૨૨થી ૨૫ વર્તમાન કાઉન્સિલરની ટિકિટ કપાવાની શક્યતા જાેવાઈ રહી છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા પાલિકાઓમાં પણ ધીરજ રાખવાની નીતિ અપનાવવામાં આવી છે.