પહેલી ઓક્ટોબરના રોજ સરકાર માટે મોટા સમાચાર, GST કલેક્શન સપ્ટેમ્બરમાં વધીને આટલુ થયું
01, ઓક્ટોબર 2021

દિલ્હી-

ઓગસ્ટ મહિનાની સરખામણીમાં સપ્ટેમ્બરમાં સરકારની ટેક્સની આવક વધી છે. ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન રૂ. 1.12 લાખ કરોડથી વધીને 1.17 લાખ કરોડ થયું છે. ભારત સરકારે જણાવ્યું હતું કે જીએસટી કલેક્શન ગયા વર્ષે એટલે કે સપ્ટેમ્બર 2020 ની સરખામણીમાં 23 ટકા વધીને 1,17,010 લાખ કરોડ રૂપિયા થયું છે. નિષ્ણાતોનું કહેવું છે કે GAT કલેક્શનમાં સતત વધારો સરકાર અને દેશના અર્થતંત્ર માટે સારો સંકેત છે.

GST કલેક્શનના આંકડાઓ પર એક નજર

ઓગસ્ટ 2021 માં જીએસટી કલેક્શન 1,12,020 કરોડ હતું. જ્યારે ઓગસ્ટ 2020 માં તે 86,449 કરોડ રૂપિયા હતી.

જુલાઈ 2021 માં 1.16 લાખ કરોડ. જુલાઈ -2020 માં GST કલેક્શન 87,422 કરોડ રૂપિયા હતું.

જૂન -2021 માં જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયા એટલે કે 92,849 કરોડ રૂપિયાથી ઓછું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution