ભાજપે ભારતીમેળો ચાલુ કર્યો છે પણ બેરોજગારોની ભરતી કરાતી નથીઃ છોટુ વસાવા
12, ફેબ્રુઆરી 2021

ભરૂચ-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ ભરૂચ નર્મદા જિલ્લા બીટીપી અને ભાજપના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના સાંસદ મનસુખ વસવા અને બીટીપીના છોટુવસાવા સામસામે આક્ષેપ પ્રતિ-આક્ષેપ કરી રહ્યા છે, જેથી રાજકારણ ગરમાઈ રહ્યું છે. બીટીપીના અધ્યક્ષ અને ધારાસભ્ય છોટુ વસાવાએ ખેડૂત આંદોલન મુદ્દે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી કોર્પોરેટ સેક્ટરના ગુલામ છે, એટલે એનો નિકાલ થતો નથી અને આ આંદોલનનો નિકાલ નહીં આવે તો રાજકારણમાં વિસ્ફોટ થશે, જે રીતે ભારતમાં જે કોંગ્રેસની હાલત થઇ છે, એજ હાલત ભાજપની પણ થવાની છે કારણ કે, કોંગ્રેસના જ બધાને ભાજપમાં લઇ લે છે કારણ કે, ભાજપ માને છે કે કોઈ વિપક્ષ રહેવો ન જાેઈએ તમે પણ આવો અને આપણે બધા ભેગા મળી આ દેશને લૂંટી લઈએ, એવું દેશમાં રાજકારણ ચાલી રહ્યું છે.

તાજેતરમાં હાલ બીટીપીએ એઆઇએમઆઇએમ સાથે ગઠબંધન કરતા રાજકીય ભૂકંપ આવ્યો છે, ત્યારે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ બીટીપી અને એઆઇએમઆઇએમ ગાડાં છે કહીને બીટીપી પર પ્રહાર કર્યાં હતા, ત્યારે બીટીપીના છોટુ વસાવા એ તો મનસુખ વસાવા પર સ્લોગન બનાવી પ્રહાર કર્યાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution