વલસાડ-
કપરાડામાં આવી રહેલી પેટા ચૂંટણી પ્રચાર માટે આવી પહોંચેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આજે વાપી ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટીને ઠાલા વચનો આપી પાર્ટી ગણાવી હતી તેમણે કહ્યું કે જનતાને માત્ર જુઠા વચનો પૂરા પાડવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે
આગામી તારીખ 3 નવેમ્બર મારો જ આવી રહેલી કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રચાર કાર્ય માટે આવેલા કોંગ્રેસના દિગ્ગજ અને સ્ટાર પ્રચારક એવા અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર ગંભીર આક્ષેપો પણ થયા હતા તેમણે કહ્યું કે જનતાને ઠગવા નું કામ કરનારી પાર્ટી હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીમાં જનતાને વિવિધ વચનોની માત્ર લાગણી જ કરી છે તેમાંથી એક પણ વચન પાળ્યું નથી બે કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી પરંતુ રોજગારી તો મળે નહીં ઉપરથી lockdown ના સમયમાં બે કરોડ લોકો બેરોજગાર બન્યા છે તો બીજી તરફ ખેડૂતોને તેમના ખાતામાં 15 લાખ જમા થશે એવું પણ વચન આપ્યું હતું તેમજ દોઢ ગણા ઉત્પાદનના ભાવ આપવાની વાત કરી હતી પરંતુ આ બંનેમાંથી એક પણ વચન તેમણે પૂરું કર્યું નથી સાથે સાથે ગુજરાત અને દેશની અંદર ગરીબી નાબૂદ કરવાની વાત પણ કરી હતી પરંતુ ગરીબી નાબૂદ કરવાનું તો દૂર તેઓ માત્ર ગરીબ ને જ નાબુદ કરી રહ્યા હોય એવું કેટલાક નીતિ અને નિયમોને આધારે લાગી રહ્યું છે.નોંધનીય છે કે આજે કોંગ્રેસના ઉમેદવાર ના પ્રચાર અર્થે કોંગ્રેસનાપીઢ નેતા અર્જુન મોઢવાડીયા અને ગુજરાત કોંગ્રેસ સમિતિ ના પ્રદેશ ના પ્રવક્તા જયરાજસિંહ પરમારે મોટી તંબાડી અને કોપરલી ગામે ચૂંટણી સભા સંબોધી હતી
Loading ...