06, ઓક્ટોબર 2020
1386 |
અમદાવાદ-
સરકાર દ્વારા દરેક વર્ગના લોકો માટે જુદી-જુદી યોજનાઓ બનાવવામાં આવે છે. પરંતુ માહિતીના અભાવે લોકો યોજનાનો ઉપયોગ કરી શકતા નથી. જેથી ભાજપ દ્વારા લોકો સુધી સરકારી યોજનાની માહિતી યોગ્ય રીતે પહોંચે, તે માટે યોજના હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
ઔપચારિક રીતે આ યોજના હેલ્પલાઇન સોમવારે મુખ્યપ્રધાનના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી. આ યોજના હેલ્પલાઇન અંતર્ગત વોટ્સએપ નંબર 0261-2300000ને સૌ પ્રથમ તમારા મોબાઈલમાં સેવ કરવાનો રહે છે. ત્યારબાદ આ નંબર પર વોટ્સએપમાં 'Hi' લખીને મોકલતા, સામેથી એક મેસેજ આવશે જેના રિપ્લાયમાં 0 લખીને મોકલતા, દરેક યોજનાનું લિસ્ટ આવશે.ઘણી વખત જરૂરિયાત મંદ લોકો યોજનાના લાભથી વંચિત થઈ જાય છે. ત્યારે આ માહિતી તેવા લોકો માટે ખૂબ જ ઉપયોગી બનશે. પરંતુ આ સુવિધા ફક્ત ચૂંટણી પૂરતી મર્યાદિત ન રહે તો સારૂ. જે યોજનાની માહિતી જોઈતી હોય, તે યોજનાનો નંબર લખીને મોકલતા તે યોજનાની સંપૂર્ણ માહિતી વોટ્સએપ પર આવી જાય છે.