વડોદરા, તા.૩

હાલમાં જ ગુજરાતમાં પૂરી થયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને પરિણામલક્ષી સફળતાના માર્ગદર્શક અને જેઓના નેતૃત્વમાં રાજ્યની છ મહાનગરપાલિકાઓમાં ભાજપાનો જ્વલંત વિજય થયા બાદ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓમાં વિરોધી પક્ષોનો સફાયો કરી તમામ ક્ષેત્રે ભાજપાના ઉમેદવારોનો વિજયના શ્રેયી સી.આર.પાટીલ સુરત જતા હોઈ બપોરે વડોદરા રેલવે સ્ટેશન પર શહેર અધ્યક્ષ ડો. વિજય શાહની આગેવાનીમાં પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના પદાધિકારીઓ, નવનિયુકત કોર્પોરેટરો, પૂર્વ મેયર સહિતનાઓએ સી.આર.પાટીલનું સ્વાગત કર્યું હતું.