મહિસાગર-

બાલાસિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ APMC ની 16 બેઠકો માટે જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમમાં અગાઉ વેપારી વિભાગમાંથી 4 બેઠકો બિનહરીફ થતાં બાકીની 2 ખરીદ-વેચાણ વિભાગ અને 10 બેઠકો ખેડૂત મતદાર વિભાગની મળી હતી. 12 બેઠકની ચૂંટણી મતદાનની મતગણતરી થતાં તેમજ અગાઉ ચાર બેઠકો બિનહરીફ મેળવતા ભાજપના રાજેશ પાઠકના નેતૃત્વમાં વિકાસ પેનલનો કુલ 15 બેઠકો સાથે જવલંત વિજય થયો છે. જ્યારે બે ઉમેદવારને સરખા મત મળતાં ટાઇ પડી હતી. જેનો ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવાતા એ બેઠક કોંગ્રેસના તખતસિંહ ચૌહાણને મળી છે. કોંગ્રેસને ચીઠ્ઠીના સહારે એક બેઠક મળતાં આ ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર સહન કરવી પડી છે. બાલાસિનોર APMC ની 16 બેઠકમાંથી 15 બેઠકો ભાજપે મેળવી ઇતિહાસ સર્જ્યો છે. કોંગ્રેસને ચીઠ્ઠીના સહારે એક બેઠક મળતાં આ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. ભાજપની વિકાસ પેનલનો વિજય રાજેશભાઈ પાઠકના નેતૃત્વમાં થતાં ભાજપ કાર્યકરો અને ટેકેદારોએ એકબીજાને ગુલાલ છાંટી વિજય મનાવ્યો હતો.