24, ફેબ્રુઆરી 2021
અમદાવાદ
અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ જાહેર થયા છે. જેમાં અમદાવાદના ૪૮ વોર્ડની ૧૯૧ બેઠકોની મતગણતરી હાથ ધરાઇ હતી. જેના પરિણામો જાહેર થયા છે.
૨૧ ફેબ્રુઆરીએ ચૂંટણીમાં અમદાવાદ મનપામાં ૪૨.૪૧% મતદાન નોંધાયુ હતું. જેની આજે મતગણતરી યોજાઇ હતી. અમદાવાદ મનપાની ૧૯૨ બેઠકના પરિણામ આવ્યા છે. અમદાવાદમાં ૧ બેઠક બિનહરીફ થતાં ભાજપના ફાળે છે. અમદાવાદમાં કુલ ૧૯૨ બેઠકોમાંથી ૧૫૯ પર ભાજપ, ૨૫ પર કોંગ્રેસ, ૧ અપક્ષ અને ૮ પર અન્ય પક્ષની જીત થઇ છે.૨૦૧૫માં ૧૯૨ બેઠકમાં ૧૪૩ બેઠક પર ભાજપનો વિજય થયો હતો જ્યારે કોંગ્રેસને ૪૮ અને અપક્ષ ઉમેદવારોને ૧ જ બેઠક મળી હતી. આ વખતે આમ આદમી પાર્ટી અને છૈંસ્ૈંસ્ની એન્ટ્રી બાદ લાગતુ હતુ કે, કંઈ ફેર જણાશે પણ તેવું થઈ શક્યુ નથી.
અમદાવાદ મહાનગરપાલિકાના ૪૮ વોર્ડની ૧૯૧ બેઠકોની આજે મત ગણતરી હાથ ધરાઇ છે. અમદાવાદમાં કુલ ૭૭૩ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. જેમાં ભાજપના ૧૯૧, કોંગ્રેસના ૧૮૮ ઉમેદવારો મેદાનમાં હતા. તો છછઁના ૧૬૫ અને ૮૭ અપક્ષ ઉમેદવારો મેદાનમાં હતા.