20, ફેબ્રુઆરી 2021
વલસાડ, સરકારે ખેડૂતો ના હીત નું વિચારી ખાતર પર સબસીડી ની યોજના અમલ માં મૂકી છે અને ખાતર વેંચાણ કરતી મંડળીઓ અને એગ્રોસંચાલકો ને સરકાર ના નિયમ માં રહીને ખાતર ના વેંચાણ કરવા આદેશ આપ્યો છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ સાથે મિલીભગત કરી એગ્રો સંચાલકો ખેડૂતોના નામે મસમોટો કૌભાંડ આચરી રહ્યા છે. અગાઉ નવસારી જિલ્લા ના ખુડવેલ ગામે અને વાંસદા ખાતે કાર્યરત એગ્રો સંચાલકો સબસીડી વાળા ખાતર ની કાડા બજારી કરતા ઝડપાઇ આવ્યા હતા જેમના પર કાયદાકીય પગલાં ભરાતા ખાતર ના કાળાબજારીયામાં ફફડાટ જાેવા મળ્યો હતો પરંતુ મામલો ધીરે ધીરે ઠંડો પડી જતા ખાતર ની ફરી કાળા બજારી શરૂ થઈ છે
બે ત્રણ દિવસ અગાઉ વાપી જીઆઇડીસી ની થર્ડ ફેસ સ્થિત ગુજરાત પોલ્યુશન કેમિકલ પ્રા. લિ. કંપનીની સામેથી પસાર થઈ રહેલા ટેમ્પો નમ્બર જીજે-૧૫-એટી-૨૦૪૭ને પોલીસે અટકાવી ચકાસણી કરતા અંદરથી યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે ચાલક પાસેથી બિલ કે પુરાવાની માંગણી કરતા તે રજૂ કરી શક્યો ન હતો અને સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.પોલીસે ટેમ્પોમાંથી ૧૦૦ અને કંપનીમાંથી ૮૩૮ ગુણી યુરિયા ખાતર મળી આવી હતી જેથી ટેમ્પો અને કંપનીમાંથી ૨,૪૯,૯૭૭નો ખાતર કબ્જે લઈ આરોપી ચાલક ઝાકીર હુસેન અબ્દુલ્લા શેખ, ક્લીનર ઉજ્જર શેખ જાહિદ હસન અને ટેમ્પો આગળ પાયલોટિંગ કરનાર બાઈક ચાલક સુકકર હળપતિ ની સાથે સાથે ચણોદ કોલોનીમાં રહેતા ગિરીશ નટવરલાલ સામે ૪૧(૧) ડી મુજબ અટકાયતી પગલાં ભર્યા હતા પ્રશ્ર એ ઉઠી રહ્યો છે કે સરેઆમ ગેરકાયદે ખાતર નો કાળાબજારી ના અનેક કિસ્સાઓ સામે આવ્યા બાદ પણ ખેતીવાડી વિભાગ જાગૃત નથી થતું.ગુજરાત રાજ્ય ના ગાંધીનગર બેઠેલા ઉચ્ચ અધિકારીઓ સુધી પ્રસાદ જાય છે.