સલાયા બંદરે બનાવટી દસ્તાવેજો ધરાવતી બોટ ઝડપાઈ, SOGએ કરી કાર્યવાહી
15, ઓક્ટોબર 2020

દેવ ભુમિદ્વારકા-

 રાષ્ટ્રીય સલામતી માટે જોખમ રૂપ આ બોટને ઝડપી ને વધુ તપાસ સલાયા મરીન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે. આ બોટ કેટલા સમયથી માછીમારી કરી રહેલ છે. તથા તેની ટ્રાવેલીંગ હીસ્ટ્રી ની તપાસ સલાયા પોલીસ કરી રહેલ છે. મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકાના સલાયા બંદર ખાતેથી રાષ્ટ્રીય સલામતીને જોખમ રૂપ બનાવટી દસ્તાવેજ વાળી માછીમારી બોટ પકડી પાડી એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

બનાવટી દસ્તાવેજ સાથે '' અલ પીર એ ગોસ'' નામની બોટ ને એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકાએ પકડી પાડી છે અલ પીર એ ગોસ'' નામની બોટ બનાવટી દસ્તાવેજ બનાવી અને ગેરકાયદેસર રીતે દરીયામાં ફરતી હતી. છેલ્લા કેટલાક સમયથી સલાયા બંદર ખાતે માછીમારી કરતો હોવાનુ ધ્યાને આવ્યુ. છે હાલમાં અલગ-અલગ દિશામાં તપાસ તજવીજ ચાલુ છે પકડી પડાયેલ અલ પીર એ ગોસ'' નામની બોટના માલીક સલીમ અબુબકર ભાયા હોવાનું જાણવા મળે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution