રાજપીપળા - 

નાંદોદ તાલુકાના ભદામ ગામમાં સોમવારે સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ હતો, ગામના બાળકો ગામના પાદરે રમતા હતા.દરમિયાન ગામના શુભમ પટેલ, અમર ગોહિલ, પવન પટેલ, ભગો પ્રજાપતિ અને રાજ ગોહિલ નજીકની કરજણ નદીમાં ન્હાવા ગયા હતા.હવે પાણીનો પ્રવાહ વધતા એ પાંચેય કિશોરો નદીના વહેણમાં તણાવા લાગ્યા હતા.પવન પટેલ, ભગો પ્રજાપતિ અને રાજ ગોહિલે પોતાની સુજબુજ વાપરી એક બીજનો હાથ પકડી ધીમે ધીમે નદીમાંથી બહાર નીકળી જવામાં સફળ થયા હતા.જ્યારે શુભમ પટેલ, અમર ગોહિલ લાપતા થયા હતા.સતત ૨ દિવસ સુધી રાજપીપળા પાલિકા ફાયર ફાઈટરની ટીમ અને અન્ય સ્થાનિક તરવૈયાઓએ ૨ કિશોરોને શોધવા માટે જહેમત ઉઠાવી નદી ખૂંદી કાઢી હતી.દરમિયાન બુધવારે સવારે વડોદરાની દ્ગડ્ઢઇહ્લની એક ટુકડી ત્યાં આવી પહોંચી હતી. રાજપીપળા નગર પાલિકા ફાયર ફાઈટરની ટીમોએ કરજણ નદીમાં ધનિષ્ઠ શોધખોળ હાથ ધરી હતી.પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનો સોંપણી થશે.