દિલ્હીથી અપહરણ થયેલી 9 વર્ષીય બાળકીનો મૃતદેહ UPમાંથી મળ્યો, 4 આરોપીની ધરપકડ
27, ફેબ્રુઆરી 2021

દિલ્હી-

પૂર્વ દિલ્હીના કલ્યાણપુર વિસ્તારથી 9 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. ત્યારબાદ આ બાળકીની હત્યા કરવામાં આવી હતી. જોકે, બાળકીનો મૃતદેહ ઉત્તરપ્રદેશના મુરાદનગરમાંથી મળ્યો હતો. પોલીસે આ મામલામાં બાળકીના પાડોશમાં રહેતા શખ્સ અને તેના ત્રણ સાથીની પણ ધરપકડ કરી છે.

ડીસીપી દીપક જાદવે જણાવ્યું કે, આરોપીઓની ઓળખ થઈ છે. આરોપીઓના નામ જોની ઉર્ફ શિવા, નરેશ, કૈલાસ અને વરૂણ છે. નરેશ મુખ્ય આરોપી જોનીના માસીનો દિકરો છે. જોનીએ પોતાના સાથીઓ સાથે મળીને પાડોશમાં રહેતી બાળકીને ફરાવવાની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું. આરોપી ખંડણી માગવાની ફિરાકમાં હતા, પરંતુ પકડાઈ જવાના ડરથી મોદીનગરમાં લોખંડના સળિયા વડે હુમલો કરી બાળકીની હત્યા કરી નાખી હતી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બાળકીની હત્યા પહેલા તેની સાથે ખોટું કામ પણ કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસે આ વાતથી ઈનકાર કરી દીધો છે. પોલીસના મતે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર સ્થિતિની જાણ થશે. બાળકીનો મૃતદેહ મળવાથી પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution