બોલિવૂડના ખેલાડી કુમાર ટ્રાન્સજેન્ડર્સની પેરામિલિટ્રીમાં ભરતીને લઇને થયા ખુશ
07, જુલાઈ 2020

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ), બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) અને સહસ્ત્ર સીમા બળ (એસએસબી)ના અધિકારીઓએ ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીના મેમ્બર્સને તેમના વર્કફોર્સમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે.

આ સ્વાભાવિક રીતે આ કમ્યુનિટી માટે બિગ ન્યૂઝ છે કે જેઓ વર્ષોથી અસમાનતાનો સામનો કરી રહ્યા છે. અક્ષય કુમારે આ નિર્ણયને આવકાર્યો હતો. આ ન્યૂઝ સોશિયલ મીડિયા પર આવ્યા ત્યારે અક્ષય કુમારે તરત જ એના વિશે ટ્વીટ કર્યું હતું કે, 'બ્રિલિયન્ટ ન્યૂઝ! હવે સરકાર દ્વારા યોગ્ય દિશામાં આ પ્રગતિશીલ પગલું છે. મને આશા છે કે, દેશમાં અન્ય ઓક્યુપેશન્સમાં પણ એનું અનુકરણ કરવામાં આવશે.

બોલિવૂડના જાણીતા અભિનેતા અક્ષય કુમાર સોશિયલ મીડિયા પર અવારનવાર સામાજિક દળોને પ્રોત્સાહિત કરતા જોવા મળે છે. હવે તેમણે ટ્વીટ કરીને ભારતની અર્ધ સૈનિક દળની પ્રશંસા કરી છે. હકીકતમાં, ટૂંક સમયમાં ભારતના અર્ધલશ્કરી દળ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ), સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ), ઇન્ડો તિબેટમાં સામેલ કરવામાં આવશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution