29, જુલાઈ 2025
મુંબઈ |
3960 |
બોલીવુડ પર લાંબા સમયથી વિદેશી ફિલ્મોની બિનસત્તાવાર રિમેક બનાવવાનો આરોપ લાગી રહ્યો છે. દક્ષિણ ભારતીય ફિલ્મોની સત્તાવાર રિમેક તો બોલીવુડમાં બનતી જ રહે છે, પરંતુ હવે કોરિયન ફિલ્મોમાંથી પ્રેરણા લેવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સૈયારા' પણ આ યાદીમાં ઉમેરાઈ છે. કહેવાય છે કે 'સૈયારા' ૨૦૦૪માં રિલીઝ થયેલી કોરિયન ફિલ્મ 'અ મોમેન્ટ ટુ રિમેમ્બર' પરથી પ્રેરિત છે, અને તેના ઘણા દ્રશ્યો તથા વાર્તાના ટ્વિસ્ટ કોરિયન ફિલ્મ જેવા જ જોવા મળી રહ્યા છે.
સલમાન ખાનની ૩ ફિલ્મો પણ યાદીમાં
સલમાન ખાનની 'રાધે' (ધ આઉટલો), 'ભારત' (ઓડ ટુ માય ફાધર) અને 'પ્રેમ રતન ધન પાયો' (માસુકે રેડ) તેમજ 'રાધે' ઉપરાંત, સલમાન ખાનની 'ભારત' એ બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યું હતું.
મોહિત સૂરીની અન્ય ફિલ્મો
મોહિત સૂરીની ફિલ્મ 'સૈયારા' હાલમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને ૨૦૨૫ માં ભારતીય બોક્સ ઓફિસ પર બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. 'સૈયારા' પર ૨૦૦૪ માં રિલીઝ થયેલી કોરિયન ફિલ્મ 'અ મોમેન્ટ ટુ રિમેમ્બર' જેવી જ હોવાનો 'આરોપ' છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી 'અ મોમેન્ટ ટુ રિમેમ્બર' ના કેટલાક દ્રશ્યો બિલકુલ 'સૈયારા' જેવા જ જોવા મળે છે.
માત્ર 'સૈયારા' જ નહીં, પરંતુ મોહિત સૂરીની વધુ ત્રણ ફિલ્મો પણ કોરિયન ફિલ્મોથી પ્રેરિત હોવાનું કહેવાય છે. જેમાં 'એક વિલન' (આઈ સો ધ ડેવિલ), 'આવારાપન' (એ બિટરસ્વીટ લાઈફ) અને 'મર્ડર ૨' (ધ ચેઝર)નો સમાવેશ થાય છે.
કોરિયન ફિલ્મોથી પ્રેરિત બોલીવુડ ફિલ્મો
ઝિંદા (ઓલ્ડ બોય)
રોકી હેન્ડસમ (ધ મેન ફ્રોમ નોવ્હેર)
જઝ્બા (સેવન ડેઝ)
બરફી (લવર્સ કોન્સર્ટો)
ધમાકા (ધ ટેરર લાઈવ)
જાને જાન (પરફેક્ટ નંબર)
અગલી ઔર પાગલી (માય સેસી ગર્લ)
સિંઘ ઈઝ બ્લિંગ (માય વાઇફ ઈઝ અ ગેંગસ્ટર 3)
જયંતિભાઈ કી લવ-સ્ટોરી (માય ડીયર ડેસ્પેરાડો)
કાબિલ (બ્રોકન)
ટીન (મોન્ટેજ)