બહેન માટે બૂક કરાવ્યું પ્લેનઃન્યુઝને અફવા ગણાવતા કાર્યવાહી કરશે અક્ષય
02, જુન 2020

આજકાલ સોશ્યલ મીડિયા પર કેટલાય પ્રકારના ફેક ન્યૂઝ વાયરલ થાય છે. જેમાં લાખો લોકો આંખો બંધ કરીને વિશ્વાસ પણ કરી લેતા હોય છે. લાકડાઉનામાં આવા કેટલાય સમાચાર સામે આવ્યા અને તપાસ કરતા ખબર પડી કે આતો ફેક ન્યૂઝ છે. હવે આવી જ ઘટના ખેલાડી અક્ષય કુમારની સાથે ઘટી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અક્ષય કુમારે પોતાની બહેન અને તેના બે બાળકો માટ ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યુ હતુ, અક્ષયે આવા સમાચારોને ફગાવી દીધા અને ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કહી છે.અક્ષય કુમારે ટ્‌વીટ કરીને કહ્યુ કે, આ સમાચાર શરૂઆતથી લઇને અંત સુધી ખોટા છે. મે મારી બહેન અને તેના બે બાળકો માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યુ હતુ. તેમને લાકડાઉનમાં ક્યાક પણ મુસાફરી નથી કરી, અને તેનુ એક જ બાળક છે. લીગલ એક્શન પર વિચાર કરી રહ્યો છુ. ખોટા સમાચારો ફેલાવવાની હદ થઇ ગઇ છે, રિપોર્ટ હતા કે લાકડાઉનના ચોથા તબક્કામાં ફ્લાઇટ્‌સ શરૂ થયા બાદ અક્ષય કુમારની બહેન અલકા ભાટિયા અને બાળકોને મુંબઇથી દિલ્હી મોકલવા માટે ચાર્ટર્ડ વિમાન બુક કરી લીધુ. અક્ષયે બહેન અને બાળકોને સુરક્ષિત દિલ્હી મોકલવા માટે આ પગલુ ભર્યુ હતુ. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution