મુંબઇ-

મહારાષ્ટ્ર સરકારે કોરોનાના કહેર વચ્ચે બહારથી આવતા મુસાફરોને લઈ મહત્વનો ર્નિણય લીધો છે. હવે રાજ્યમાં એન્ટ્રી મેળવનારા કોઈ પણ મુસાફરે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધેલા હોય તો જ પ્રવેશ આપવામાં આવશે. તેમણે પુરાવા તરીકે વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે રાખવું પડશે. ઉપરાંત જાે વેક્સિન ન લીધેલી હોય તો નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ બતાવવો જરૂરી છે. જાે આ નિયમોનું પાલન નહીં થાય તો બહારથી આવી રહેલા મુસાફરોએ મહારાષ્ટ્રમાં ૧૪ દિવસ માટે ક્વોરેન્ટાઈન થવું પડશે.

આદેશ પ્રમાણે મુસાફરોએ મહારાષ્ટ્રમાં એન્ટ્રી પહેલા વેક્સિન સર્ટિફિકેટ બતાવવું જરૂરી રહેશે. વેક્સિનના બંને ડોઝ લીધેલા હોવાનું તો જરૂરી છે જ પરંતુ સાથે જ વેક્સિનના બીજા ડોઝ લીધાને પણ ૧૪ દિવસ થઈ ગયા હોવાનું ફરજિયાત છે. જાે કોઈ મુસાફર આ માપદંડો પર યોગ્ય ન ઉતરે તો તેણે કોરોનાનો નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ દેખાડવો પડશે અને તે રિપોર્ટ પણ ૭૨ કલાક જૂનો હોવો જાેઈએ. રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જાે કોઈએ વેક્સિન નહીં લીધી હોય અને તેના પાસે નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ પણ નહીં હોય તો તેણે ૧૪ દિવસના ક્વોરેન્ટિનમાંથી પસાર થવું પડશે. મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા જણાઈ રહી હોવાથી સરકારે આ આકરા ર્નિણયો લીધા છે. ઉદ્ધવ સરકાર સમય પહેલા જ દરેક પગલા ભરી રહી છે જેથી બીજી લહેર જેવી તબાહી ન થાય. આમ તો ડેલ્ટા પ્લસનો કહેર રાજ્યમાં દેખાવા લાગ્યો છે. મહારાષ્ટ્ર સરકારે પુષ્ટિ કરી છે કે રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે ૫ લોકોના મોત થયા છે. અત્યાર સુધી, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ વિશે વધુ માહિતી સામે આવી નથી. આ વેરિએન્ટ પર રસીની કેટલી અસર થાય છે તેના પર પણ સંશોધન ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં, અસમંજસનો દોર છે અને તમામ સાવચેતી રાખવી જરૂરી બની જાય છે.