માલ તલાવડી ગામના રહિશો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર
01, માર્ચ 2021

લુણાવાડા, લુણાવાડા ના માલ તલાવડી ગામ સંપૂર્ણ ઓ.બી.સી મધ્યમ વર્ગીય ક્ષત્રિય સમાજ નું ગામ છે. આ ગામમાં અત્યાર સુધી વિધાનસભાની, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં થઇ ત્યાં સુધી મતદાન બુથ માલ તલાવડી ગામમાં હતું. પરંતુ કેટલાક રાજકીય દાવપેચ થી આ ગામ નું મતદાન બુથ સાડા પાંચ કિલોમીટર દૂર થાણાસાવલી ગામ લઈ જવામાં આવ્યું છે.જેનો વિરોધ માલતલાવડી ગ્રામ જનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.તથા૩૫૦જેટલું મતદારો ધરાવતું માલ તલાવડી ગામ હાલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો સંપૂર્ણ પણે બહિષ્કાર કર્યો છે. ત્યારે આ ગામના મતદારોનો એકજ સુરેઅવાજ છે. કે બુથ નહીં તો મત નહીં. ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગ્રામજનો સામે જાણવા મળ્યું કે અમારા ગામના વૃદ્ધો, અશક્ત, અપંગો અને તેમજ સગર્ભા મહિલાઓને સાડા પાંચ કિલોમીટર દૂર થાણાસાવલી ગામ મતદાન મથક (બુથ) લઈ જવામાં આવ્યું છે. ત્યારે આવા સંજાેગોમાં વયોવૃદ્ધ ને મતદાન બુથ પર લઇ જવા લાવવા એક મોટી સમસ્યા છે તેમજ બન્ને પક્ષ તેમજ અપક્ષ ઉમેદવાર દ્વારા ગાડીની સુવિધા કરવામાં આવે તો કોની ગાડીમાં બેસવું અને ઉભેલા ઉમેદવારો પણ આવા સંજાેગોમાં ધ્યાન રાખે છે કે ગ્રામજનો કોની ગાડીમાં બેસીને મતદાન બુથ સુધી ગયા ત્યારે ગામમાં કેટલીક મોટી સમસ્યાઓ પણ ઉદભવી શકે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution