ઓનલાઈન સંસ્કૃત ગીત સંધ્યા 

દેવસાયુજ્યુમ સંસ્કૃત પ્રતિષ્ઠાનમ દ્વારા ઓનલાઈન ગૂગલ મીટના માધ્યમથી સંસ્કૃત ગીત સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. પ્રફુલ પુરોહિતે જણાવ્યું હતું કે, સંસ્કૃત ગીતો દ્વારા સંસ્કૃત ભાષાની સરસતા, સરળતા, વિવિધતાનો સામાન્ય જનતાને બોધ થાય છે.

પઠાણબંધુઓના પિતા દ્વારા અનાજ કિટનું વિતરણ કરાયું

ક્રિકેટર ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણના પિતા દ્વારા સંચાલિત મહેમદખાન એસ.પઠાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પવિત્ર મહોરમ તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદો અને ગરીબો, વિધવાઓને રપ૦ અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સેવાતીર્થમાં જાેબ પ્લેસ બ્યુરોમાં દિવ્યાંગોએ રજીસ્ટ્રેશન કરાવવા માટે

તરસાલી ધનીયાવી રોડ પર આવેલી રક્તપિત અને દિવ્યાંગો માટેની સંસ્થા સેવાતિર્થમાં ચાલતા દિવ્યાંગોમાટેના દોબ પ્લેસમેન્ટ બ્યુરોમાં રજિસ્ટ્રેશન તરાવીનેજાેબ મળવવા માટે સંસ્થાનો સંપર્ક કરવો.

ટુવ્હીલરની ચોરી કરતા બે ઝડપાયા

સમા વિસ્તારના ચાણક્યપુરી પાસે અંકુર એપાર્ટમેન્ટમાં રહેતો ૪૨ વર્ષીય મિતેશ અરવિંદ વાઘાણી તેની ઈન્ડીગો કારમાં તેના સાગરીત ૨૧ વર્ષીય દિપક રવિન્દ્રભાઈ જાદવ (શ્રીજી ટેનામેન્ટ, ઉંડેરા) સાથે નીકળ્યા હતા અને તેઓએ તાજેતરમાં જવાહરનગર પોલીસ મથકની હદમાં પાર્કિંગમાંથી એક હોન્ડા સ્પેલન્ડર બાઈકની ડુપ્લીકેટ ચાવીની મદદથી ચોરી કરી હતી. જવાહરગર પોલીસે બાઈકચોરીનો ગુનો નોંધી પોકેટ કોપની મદદથી ચોરીની બાઈક સાથે દિપકને ઝડપી પાડ્યો હતો. તેણે મિતેશ સાથે કારમાં ફરીને બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે બંનેની ધરપકડ કરી તેઓની પાસેથી ૮ હજારની ચોરીની બાઈક તેમજ ગુનામાં વપરાયેલી મિતેશની ૧ લાખની ઈન્ડીગો કાર જપ્ત કરી હતી.

મહેશ્વરી ફેકટીરના માલિકો સામે બાળમજુરીની ફરિયાદ નોંધાઈ

મુળ બિહારના મધુબની જિલ્લાનો વતની ૧૪ વર્ષીય અર્શદ નામનો કિશોર મકરપુરા જીઆઈડીસીમાં શેઢ નંબર એ-૧-૯૩-૧૬માં આવેલી મહેશ્વરી ઈન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં મજુરી કામ કરતો હતો. ગત ૧૧મી માર્ચના સવારે અર્શદ ફેકટરીમાંથી ચા પીવા માટે બહાર નીકળ્યા બાદ ભેદી સંજાેગોમાં ગુમ થયો હતો. આ બનાવની હાલમાં દિલ્હીમાં રહેતી અર્શદની માતાએ પોતાના પુત્રનું કોઈ અજાણી વ્યકિત અપહરણ કરી ગયો હોવાની માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની પીઆઈ બી જી ચેતરિયાએ તપાસ શરૂ કરી હતી જેમાં મહેશ્વરી ફેકટરીના માલિકો રાજેન્દ્ર મહેન્દળે તેમના પત્ની મહેશ્વરીબેન અને પુત્ર અભિષેક (મુળ મહારાષ્ટ્ર અને હાલ રહે. સર્વમ હાઈટ્‌સ, વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાછળ, માંજલપુર)એ અર્શદ સગીર વયનો છે તેવું જાણતા હોવા છતાં તેની પાસે બાળમજુરી કરાવી શોષણ કર્યુ હોવાની જાણ થતાં ઉક્ત ફેકટરી માલિક ત્રિપુટી વિરુધ્ધ માંજલપુર પીઆઈએ ફરિયાદ નોંધાવી હતી.

વિદ્યાર્થિનીને ભગાડી જનાર યુવક ઝડપાયો

રાવપુરા વિસ્તારમાં રહેતા વેપારીની પુત્રી નીપા (નામ-સરનામુ બદલ્યુ છે)ધો. ૧૨માં અભ્યાસ કરે છે. ગત ૩જી તારીખે તેની ૧૭મી વર્ષગાંઠ હોઈ તેના બોયફ્રેન્ડ ૨૧ વર્ષીય વિનાયક ધીરજ ખારવા (લહેરીપુરા ન્યુરોડ, સુલતાનપુરા)એ નીપા સાથે તેનો ફોટો પાડીને ‘માય વાઈફ ..માય લાઈફ’ લખેલો મેસેજ સોશ્યલ મિડિયામાં વાયરલ કર્યો હતો. આ મેસેજની જાણ થતાં નીપાના પરિવારજનોએ તેને ઠપકો આપ્યો હતો. જાેકે બીજા જ દિવસ ૪થી તારીખની સાંજે નીપાને તેનો બોયફ્રેન્ડ વિનાયક લગ્નની લાલચ આપીને તેની સાથે બાઈક પર બેસાડીને ભગાડી જતા વિનાયક વિરુધ્ધ નવાપુરા પોલીસે સગીરાના અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. વિનાયક ભરૂચમાં હોવાની જાણ થતાં નવાપુરા પોલીસે તેને આજે ભરુચથી ઝડપી પાડ્યો હતો.

કરજણના કંબોલા ગામે જમીન વેચાણના બહાને ૧.૫૧ લાખની ઠગાઈ

કરજણ તાલુકાના કંબોલા ગામમાં બ્રાહ્મણ ફળિયામાં રહેતા ૪૨ વર્ષીય મુકેશભાઈ વિનુભાઈ પટેલ ખેતીકામ કરે છે. તેમણે ગત ઓક્ટોબર-૨૦૧૫ના સમયગાળામાં નારેશ્વર પાસે ફતેપુરા ગામમાં રહેતા નરેશ ખુશાલભાઈ પટેલની ફતેપુરા ગામની સીમમાં બ્લોક સર્વેનંબર-૨૫૫વાળી જમીન ખરીદવા માટે વાતચિત કરી હતી. નરેશે ઉક્ત જમીન વેચાણ આપવાનો વાયદો કરીને ઉક્ત જમીનનું નોટરાઈઝ બાનાખત કરી આપી તેમની પાસેથી અવેજ પેટે ૧.૫૧ લાખ રોકડા લીધા હતા. જાેકે ત્યારબાદ નરેશ પટેલે આ જ જમીનનો સુરતના કામરેજ ખાતે કોશમડી ગામમાં રહેતા નીરુબેન ભુદરભાઈ અને વિશાલ ભુદરભાઈને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. એક જ જમીનના બે વેચાણ દસ્તાવેજની જાણ થતાં મુકેશભાઈએ જમીન ખરીદવા માટે બાનાપેટે આપેલા ૧.૫૧ લાખ પાછા માંગ્યા હતા પરંતું નરેશ પટેલે પૈસા પાછા નહી આપી છેતરપિંડી કરતા તેની વિરુધ્ધ મુકેશભાઈએ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

સયાજીબાગની સફાઈ હાથ ધરાઈ

અનલોક - ૪માં બાગ-બગીચાઓને ખુલ્લા મુકવાની જાહેરાત કરતાં શહેરના સયાજીબાગની સેનેટાઈઝર કરીને સફાઈ કરવામાં આવી હતી.