21, જુલાઈ 2025
વડોદરા |
2475 |
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શંકમદોની અટકાયત કરી છે

શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ સરકારી પ્રેસ પાસે આજે વહેલી સવારે લોહીથી લથબથ હાલતમાં તરસાલીના યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યાની કરવામાં આવી હોય તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના ઉચ્ચઅધિકારીઓ વહેલી સવારથી તપાસમાં લાગ્યા

સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજબ રાવપુરા વિસ્તારમાં આવેલ કોઠી ચાર રસ્તા નજીક ફૂટપાથ પરથી એક યુવાનનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ રાવપુરા પોલીસને કરાતા રાવપુરા પોલીસનો સ્ટાફ તથા પોલીસના ઉચ્ચઅધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. તેમજ પોલીસે એફએસએલ, ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. રાવપુરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક તરસાલી વિસ્તારમાં ક્વાટર્સમાં રહેતો અને ઇંડાની લારી પર વેટરની કામ કરતો યશ ઠાકોર હોવાનું જાણવા મળી રહ્યું છે. યશની હત્યા કરવામાં આવી છે કે તેની સાથે શું ઘટના બની છે તે સહિતના પ્રશ્નો ઉકેલવામાં પોલીસની તમામ ટીમોએ તપાસ શરૃ કરી છે. મૃતક યશ ઠાકરોના જે ઇંડાની લારી પર કામ કરતો હતો તે ઇંડાની લારીના સંચાલની માતા શશીકલાબેનું કહેવુ છે કે, યશ મારા પુત્રનો મિત્ર હોવાથી મને માની જેમ માનતો હતો, ગત રાત્રીના સમયે તે મને ઘરે મૂકવા આવ્યો હતો અને મને કહ્યું હતું કે, તું ચિંતા ન કરીશ હું તારી સાથે છું, તેની કોઇને જોડે અદાવત ન હતી, મને લાગે છે કે કોઇએતેને ફસાવી અહી લાવી ઘટનાને અંજામ આપ્યો છે.