રાજ્યના આજદીન સુધીના સૌથી મોટા બજેટમાં જૂઓ આરોગ્યલક્ષી જોગવાઈ કેટલી થઈ

ગાંધીનગર-

રાજ્યમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નીતિન પટેલે આવશ્યક એવા તમામ સેક્ટરોને માટે નાણાંકીય જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગુજરાતનું આજદીન સુધીનું અને  2,87,029 કરોડનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું. આરોગ્ય કલ્યાણ યોજનાઓ માટે 11323 કરોડ રૂપિયાની જોગવાઈ આદિવાસી પરિવાર કલ્યાણ માટે 1349 કરોડની જોગવાઈલ કરવામાં આવી હતી.

નવી સિવિલ હોસ્પિટલ અપગ્રેડ કરાશે આરોગ્ય સુવિધા માટે 87 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. મહિલા બાળવિકાસ માટે 3511 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. સામાજીક ન્યાય અધિકારીતા માટે 4353 કરોડ રૂપિયાની જોગવાઈ જ્યારે કૃષિ અને સહકાર માટે 7232 કરોડની જોગવાઈ કરાઈ હતી. કામધેનુ યુનિવર્સિટિ માટે 137 કરોડની જોગવાઈ, પાણી પૂરવઠા વિભાગ માટે કૃષિબજાર વ્યવસ્થા માટે શિક્ષણ વિભાગ માટે 32719 કરોડની જોગવાઈ નિરાધાર વૃદ્ધ પેન્શન માટે 1032 કરોડની જોગવાઈ કરાઈ હતી જ્યારે કૃષિ યુનિવર્સિટી માટે 698 કરોડની જોગવાઈ કરાઈ હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution