26, નવેમ્બર 2020
નવી દિલ્હી
10 વર્ષની ઉંમરે જ મેરાડોના સ્થાનિક ક્લબ એસ્ત્રોલા રોસા માટે રમવા લાગ્યો હતો. ત્યારબાદ સાધારણ રકમ ચૂકવીને લોસ કૈબોલિટાસે પોતાના તરફથી રમવા કરારબદ્ધ કર્યો હતો. ડિએગોને નાનપણથી પરિવારને ગરીબીમાંથી ઉગારવાની ધૂન સવાર હતી. અસાધારણ રમતથી તે ઘણા ચર્ચામાં રહેતા હતા. 15 વર્ષની ઉંમરે આર્જેન્ટિનોસા જૂનિયર્સમાં પ્રોફેશનલ કરિયરનો પ્રારંભ કર્યો હતો 167 મેચોમાં 115 ગોલ કર્યા હતા.
ફૂટબોલના ખેલાડી મેરાડોનાની જર્સીનો નંબર 10 હતો.
મારડોના આર્જેન્ટીના વતી રમતો ત્યારે તેની જર્સીનો નંબર 10 હતો. આ જર્સી નંબર પણ મારડોનાનો પર્યાય બની ગયો હતો. બ્રાઝીલના મહાન ફૂટબોલર પેલેની જર્સીનો નંબર પણ 10 હતો. મારડોના ફૂટબોલર તરીકે ખૂબજ ચપળ અને ઝડપી હોવાથી તે પોતાની રમતનો જાદૂગર હતો. તેના ડાબા પગથી તે જે વિચારતો તે મુજબ ગોલ કરી શકતો હતો. મારડોનાની 10 નંબરની જર્સી તેની હંમેશ માટેની ઓળખ બની ગઈ હતી.
મારડોનાએ 1986 વર્લ્ડ કપમાં દેશ તરફથી રમતા અનેક લોકોની વાહવાહી મેળવી હતી. ઈંગ્લેન્ડ સામેની અવિસ્મરણીય ક્વાર્ટર ફાઈનલ મેચમાં મારડોનાનો હેન્ડ ઓફ ગોડ પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની મેચમાં બીજા હાફની છઠ્ઠી મિનિટે 6 ફૂટ ઊંચા ઈંગ્લેન્ડના ગોલકીપર પીટર શિલ્ટોન પોતાના એરિયામાં બોલને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે 5 ફૂટ 5 ઈંચના મારડોનાએ હેડર વડે ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે વખતે મારડોનાનો હાથ બોલને અડી જતા બોલ ગોલપોસ્ટમાં ગયો હતો અને સદનસીબે રેફરીએ પેનલ્ટી પણ આપી નહતી. મારડોનાના આ ગોલને હેન્ડ ઓફ ગોડ કહેવામાં આવે છે અને આ જ ગોલને લીધે ઈંગ્લેન્ડનું વિશ્વિ વિજેતા બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.
મારડોનાએ 1986માં એકલા પોતાના દમ પર ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી. આ વર્લ્ડ કપમાં મારડોનાએ પાંચ ગોલ ફટકાર્યા હતા જ્યારે પાંચ ગોલ કરવામાં ટીમના અન્ય ખેલાડીને મદદ કરી હતી. આ યાદગાર પ્રદર્શન બદલ મારડોનાને સર્વશ્રેષ્ઠ ખેલાડીનો ગોલ્ડન બોલ એવોર્ડ મળ્યો હતો. 1997માં પોતાના જન્મદિવસે જ મારડોનાએ ફૂટબોલમાંથી સંન્યાસ લીધો હતો અને 2008માં તેઓ લિયોનલ મેસ્સીની ટીમા કોચ બન્યા હતા પરંતુ વર્લ્ડ કપમાં ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટિનાની ટીમ બહાર નિકળી ગઈ હતી.