મોરબી, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબીમાં ટંકારા વિધાનસભા ના ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરીયા માટે જાહેર સભાને સંબોધન કર્યુહતું. વિશ્વાસ ટકાવી રાખવો મહત્વનું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.મહર્ષિ દયાનંદ સરસ્વતીની ભૂમિ કહીને સંબોધન કોઈનો વિશ્વાસ કેળવવો અને વિશ્વાસ કેળવ્યા પછી ટકાવી રાખવો એ અગત્યની વાત છે વર્ષો સુધી ગુજરાતમાં તકલીફો પાયાની સુવિધાથી માંડીને દરેક તકલીફ લાંબા સમય સુધી સુરક્ષા વ્યવસ્થા સહિતની તકલીફો શાસન કર્યું તે દુર ના કરી શક્યા..પછી લોકોએ ભાજપને શાસન પર બેસાડ્યા પછી નરેન્દ્રભાઈએ ગુજરાતની ધરા સંભાળી અને તેઓએ રાજનીતિમાં નવી દિશા વિકાસની રાજનીતિ આપી.ગુજરાતમાં જે ફેરફાર થયા તે દેશ અને દુનિયા જાેઈ રહી છે.વિશ્વાસને ટકાવી રાખી પ્રજાને પડતી મુશ્કેલી કેમ દુર કરી સકાય તેના માટે હમેશ વિચાર કરી કામ શરુ કર્યું બે દાયકા પહેલા ક્યાય પાણી, વીજળી, રોડ રસ્તા હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર , ધંધા રોજગાર મુશ્કેલીનરેન્દ્ર મોદીએ એ નર્મદા નીર, ૨૪ કલાક ગામો ગામ વીજળી, નાના ગામોને જાેડતા રસ્તા બનાવ્યા, આરોગ્ય સુવિધાઓ આપી આજે દરેક જીલ્લા, તાલુકામાં ધંધા રોજગાર, ખેડૂત ખેતીથી ખુશ છે,રસ્તાનું ના હોય તેથી મોટું નેટવર્ક કેનાલનું બનાવ્યું છે.અનેક કામો શરુ થયા હશે તેના લોકાપર્ણ આપને જ કરવાના છે.નરેન્દ્ર મોદી હોય ત્યારે વિકાસ કામમાં રૂપિયા ની ઘટ નો આવે, કોરોના કાળ પછી ગુજરાતનું બજેટ બનાવ્યું તે અત્યાર સુધીમાં ગુજરાતમાં સૌથી મોટામાં મોટું બજેટ છે.વિકાસની રાજનીતિ છે અગાઉ કેવી રીતે ચુંટણી લડવામાં આવતી, કેટલી ચિંતા હોય આજે એમાંથી કશું જાેવા ના મળે, સુરક્ષા એટલી જ સારી થઇ ગઈ છે ૨૫ વર્ષના યુવાનને કર્ફ્‌યું શું છે એ ખબર નથી.

કેજરીવાલ બાવળનું વૃક્ષ જ્યારે રાહુલ નિંદામણઃ શિવરાજસિંહ

કચ્છ,તા.૧૮

ગુજરાતમાં ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે એમ-એમ પ્રચારની ગરમાગરમી પણ તેજ બની છે. મધ્યપ્રદેશના બે મુખ્યમંત્રી, એક વર્તમાન ઝ્રસ્ શિવરાજ સિંહ અને પૂર્વ ઝ્રસ્ દિગ્વિજય સિંહે આજે તલવારો તાણી હતી. શિવરાજ સિંહે તો અબડાસાની એક સભામાં ત્યાં સુધી કહી દીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો કલ્પવૃક્ષ છે.. તેમની પાસે જે માગો એ મળશે.. મધ્યપ્રદેશની જનતામાં ‘મામા’ના હુલામણા નામે ઓળખાતા શિવરાજ સિંહે અબડાસાની સભામાં કહ્યું હતું કે અત્યારે ગુજરાતમાં નોટંકી કરવાવાળા રોજેરોજ જુઠ્ઠું બોલે છે. એક દિવસ બીજું કહે બીજા દિવસે બીજું બોલે. નરેન્દ્ર મોદી તો કલ્પવૃક્ષ છે, જે માગો એ મળશે. કેજરીવાલ છે બાવળનું વૃક્ષ, માત્ર કાંટા આપશે. જ્યારે રાહુલબાબા નીંદણ છે, આખો પાક નષ્ટ કરી દેશે. કોંગ્રેસે આટલાં વરસ ગુજરાતમાં રાજ કર્યું એ શું કર્યું? ગુજરાતને તબાહ અને બરબાદ કરી દીધું.

યોગી આદિત્યનાથે અમૃતિયાને જીવન બચાવનાર ગણાવ્યાં

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના માં પોતાના ગુમાવ્યા છે તેઓ ને શ્રદ્ધાંજલિ યોગી આદિત્યનાથ એ આપી હતી. તેમણે કહ્યું હતું કે આખો દેશ આ ઘટના માં મોરબી સાથે ઊભો રહ્યો..કાંતિ ભાઈ વખાણ કર્યા.કાંતિ ભાઈ સહિતના કાર્યકરો ઑ લોકોને બચવવા મદદરૂપ બનાયા.મોરબી સામે અનેક ચુનોતી આવી છતાં મોરબી ઉભુ થયુ છે. ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ભૂતકાળમાં અને વર્તમાન ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મોરબી માટે કરાયેલા કામને તેમણે ગણાવ્યા હતા. તેમણે ભાજપના મોરબીના ઉમેદવાર કાંતિ અમૃતિયાને લોકોને જીવ બાચવનારા લેખાવ્યા હતા.