ગોધરા

ગોધરા બી ડિવિઝન પોલીસ કસ્ટડીમાં ગૌમાંસ સાથે ઝડપાયેલા આરોપીએ ચાદરથી ગળા ફાંસો ખાઈ આપધાત કરી લેવાના પ્રકરણમાં પરીવારે પેનલ પીએમ બાદ મૃતક ની લાશ ન સ્વીકારતા પોલીસે મારમાર્યો હોવાના આક્ષેપ સાથે જવાબદાર પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધવાની માંગ સાથે ગોધરા કોર્ટમાં અને જીલ્લા પોલીસ વડા ને લેખિતમાં અરજી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે તો બીજી બાજુ લધુમતિ સમાજ ના ત્રણ ધારાસભ્યોએ રાજ્ય ના પોલીસ વડાને પણ રજુઆત કરી છે સેવાલીયા થી ગોધરા મોપેડ ગાડી પર ગૌમાંસનો જથ્થો લઈને આવનાર ગોધરા ના ઈદગાહ મોહલ્લા ખાતે રહેતો કાસીમ અબ્દુલ્લા હયાત નાઓની પોલીસે ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગૌમાંસ સાથે ઝડપાયેલા કાસીમ ને પોલીસે બી ડીવીઝન પોલીસ સ્ટેશન ની કસ્ટડીમાં રાખ્યો હતો તે દરમ્યાન તેને ગુરૂવાર ની વહેલી સવારે ચાદરથી ગળા ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લેતા જે ધટના ના ધેરા પ્રત્યાઘાતો પડયા છે.

પોલીસ ની તપાસ અનુસાર કાસીમે પોતાની જાતે ચાદર વડે ગાળા ફાંસો ખાઈ આપધાત કરી લીધો છે તો બીજીબાજુ કાસીમ ના પરીવારજનો પોલીસે મારમાર્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે જેને લઈ વડોદરા ખાતે પેનલ પીએમ કરવામાં આવ્યા બાદ પણ હજી પરીવારજનોએ મૃતક ની લાશ શનિવાર રાત્રી સુધી સ્વીકારી નથી અને જવાબદાર પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધવાની માંગ કરી છે જેને લઈ લધુમતિ સમાજના ત્રણ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ,મો.જાવેદ પરઝાદા અને ઈમરાન ખેડાવાળાએ પણ રાજ્ય ના પોલીસવડા ને લેખિતમાં રજૂઆત કરી છે.તો બીજીબાજુ જમિયત ઉલેમા એ હિન્દ ના સભ્યોએ પંચમહાલ પોલીસવડાની રૂબરૂ મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કરી જવાબદાર પોલીસકર્મીઓ સામે કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરી છે અને પરીવાર ના સભ્યએ ગોધરા કોર્ટમાં અને જીલ્લા પોલીસવડા ને ગુનો દાખલ કરવા બાબતે લેખિતમાં અરજી કરી છે.

જરૂરી તપાસ કરવામાં આવતાં પોલીસકર્મીની બેદરકારી સામે આવતાં સસ્પેન્ડ કરાયો

ગોધરા ઃ ગોધરા બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગૌમાંસ ના આરોપી કાસીમ હયાતે રાત્રી દરમ્યાન હાજર પીએસઓ ની હાજરીમાં ચાદર વડે ગાળા ફાંસો ખાઈ આપધાત કરી લેતા ફરજ પર હાજર નરેન્દ્રસિંહ જાદવ નામના પોલીસકર્મીની બેદરકારી સામે આવી છે પીએસઓ ની બેઠક નજીકમાં જ પોલીસ કસ્ટડી હોવા છતાં તેઓને ખબર શુધ્ધા ન પડી અને આરોપીએ ગળા ફાંસો ખાઈ આપધાત કરી લીધો સમગ્ર ધટના મામલે પંચમહાલ જીલ્લા પોલીસવડા ડો લીના પાટીલ ધ્વારા જરૂરી તપાસ કરવામાં આવતા ફરજ પર હાજર પોલીસ કર્મીની બેદરકારી સામે આવતા આજે તેને સસ્પેન્ડ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.