17, જુલાઈ 2025
વડોદરા |
792 |
પાલિકાની ટીમની ગાડી ઉપર ઈંટના ટુકડા ફેંક્યા
અધિકારીએ ભાવેશ રબારી, તેના મિત્ર ધવલ સહીત 3 સામે ફરિયાદ નોંધાવી
વડોદરા શહેરમાં રખડતા પશુઓને પકડવા જતી કોર્પોરેશનની ટિમ સાથે અનેકવાર મારામારીના બનાવો બને છે. સ્થાનિક ગોપાલકો દ્વારા પોતાના પશુઓને જબરદસ્તીપૂર્વક છોડાવવા માટે અધિકારીઓ સાથે મારપીટ પણ કરવામાં આવે છે. ત્યારે વડોદરાના ગોરવા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ સાથે ઝપાઝપીનો બનાવ બનતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.કોર્પોરેશનની દબાણ શાખામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા વેંકટેશ્વર એ પોલીસને કહ્યું છે કે, ગઈકાલે રાતે અમે વાહન લઇને ઢોર પકડવા નીકળ્યા હતા ત્યારે નંદાલય પાસે કેટલાક લોકો અમારી પાછળ આવ્યા હતા અને બૂમાબૂમ કરતા હતા.આ વખતે ભાવેશ રબારીએ અમારા માણસો સાથે ઝપાઝપી કરી હતી, તેમજ તેમાં મિત્ર ધવલ અને અન્ય એક જણાએ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. જ્યારે,એક જણાએ અમારી ગાડી ઉપર ઈંટ નો ટુકડો ફેંક્યો હતો. પરંતુ તેનાથી નુકસાન થયું નહતું. ગોરવા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.